નમસ્કાર મિત્રો આજે અમે આપને કહેવા જઈ રહ્યા છીએ એવા એક મંદિર વિશે કે જે મંદિરની અંદર જવાની કોઈ પણ હિંમત કરી શકતું નથી. આમ તો ભારત દેશની અંદર અનેક એવા મંદિરો આવેલા છે કે જે પોતાના રહસ્યો માટે સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે. આ મંદિરોની અંદર અનેક એવા રહસ્યો છુપાયેલા છે કે જેના વિશે હજી સુધી કોઈ પણ વ્યક્તિને ખબર પડી નથી. આજે પણ અમે તમને કહેવા જઈ રહ્યા છીએ એવા જ એક રહસ્યમયી મંદિર વિશે.
અમે જે રહસ્યમય મંદિર વિશે તમને કહેવા જઈ રહ્યા છીએ તે મંદિર વિશે લોકોની અંદર અનેક પ્રકારના રહસ્યો છુપાયેલા છે. આ મંદિરની અંદર જવા માટે લોકોને એક અજીબ પ્રકારનો ડર સતાવે છે જેથી કરીને આ મંદિરની અંદર કોઈપણ લોકો જઈ શકતા નથી. અમે જે મંદિરની વાત કરી રહ્યા છીએ તે મંદીર હિમાચલ પ્રદેશના ચંબા જીલ્લાની અંદર આવેલ ભરમૌરમાં યમરાજા નું મંદિર છે. આ મંદિરની અંદર એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં જવા માટે કોઈપણ વ્યક્તિ હિંમત કરી શકતું નથી.
અહીંયાના સ્થાનીય લોકોનું એવું માનવું છે કે આ મંદિરની અંદર લોકોને મૃત્યુ પછી આવવું પડે છે. અહીંના લોકોનું એવું કહેવું છે કે આ મંદિરની અંદર એક ખાલી રૂમ છે જે ચિત્રગુપ્ત ના રૂમ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની અંદર અનેક આત્માઓને ઉલટા પગની સાથે પણ દર્શાવવામાં આવી છે. આ મંદિરની અંદર યમરાજાની એક ભયાનક પ્રતિમા રાખવામાં આવેલી છે અને આથી જ કોઈ પણ વ્યક્તિ જીવતા જીવત આ મંદિરની અંદર જવાની હિંમત કરતો નથી.
અહીંયા આગળ એક વેતરણી નદી પણ છે. સાથે સાથે આ મંદિરની અંદર ધર્મ રાજા યમરાજ ની ધુણી પણ લગાવવામાં આવી છે. અહીંના લોકોનું કહેવું છે કે આ ધુણો અંદાજે ૧૫૦ વર્ષ જૂનો છે અને આટલા વર્ષોથી તે સતત સળગી રહ્યો છે. આ મંદિરના દર્શન કરવા માટે તો હજારો લોકો આવે છે. પરંતુ કોઇ પણ વ્યક્તિ મંદિરની અંદર જતો નથી. પરંતુ મંદિરની બહાર રહીને જ પ્રાર્થના કરી ને જતો રહે છે.
આ મંદિરની અંદર જવા માટે લોકોની અંદર એક અજીબ પ્રકારનો ડર છવાયેલો છે. કહેવાય છે કે સમગ્ર વિશ્વની અંદર આ એક માત્ર યમરાજાનું મંદિર છે. અને આ મંદિરની માન્યતાઓની વાત કરવામાં આવે તો આ મંદિરમાં યમરાજાની ઉપસ્થિતિ પણ જોઈ શકાય છે. અને આ મંદિરમાં યમરાજાનો દરબાર પણ લાગે છે. આ ઉપરાંત આ મંદિરની અંદર લોકોના સારા અને ખરાબ કર્મોની સજા પણ આપવામાં આવે છે.