હિન્દુ ધર્મ મા સ્ત્રીઓ ને લક્ષ્મી માતા નુ સ્વરૂપ મનાય છે અને એવુ કહેવાય છે કે જે ઘર મા સ્ત્રીઓ નો વાસ હોય છે ત્યા લક્ષ્મી માતા અવશ્ય વાસ કરશે અને આ ઘર નુ નસીબ પણ ચમકી ઊઠે છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે દીકરીઓ એ પારકુ ધન ગણાય છે.
એક દીકરી સાથે ફક્ત એક નહી પરંતુ , બે-બે કુટુંબ નુ ભાગ્ય જોડાયેલુ હોય છે. એક દીકરી લગ્ન પૂર્વે પોતાના માતા-પિતા, ભાઈ-બહેન , કાકા-કાકી ની સાર સંભાળ રાખે છે. આ વાત ને કોઇપણ નકારી નથી શકતું કે જયારે કોઈપણ દીકરી ના લગ્ન થાય છે તો તેના લગ્ન બાદ તેનું ભાગ્ય તેમજ ભવિષ્ય તેના પતિ સાથે જ જોડાઈ જતું હોય છે.
કહી શકાય કે લગ્ન બાદ પત્ની જે પણ કામ કરે અથવા તો કઈ પણ કહે તેનો સારો તેમજ નરસો પ્રભાવ તેના પતિ ના જીવન પર જરૂર પડે છે. લગ્ન એક એવો સંબંધ છે કે જે બે વ્યક્તિઓ ને ભેગા કરી નાખે છે. એવા મા જો કોઈ એક નુ જીવન કંઈક સારું કે ખરાબ હોય છે તો સીધી જ અસર બીજા ના જીવન પર અચૂક પડે છે.
જો કોઈ એક ના જીવન મા પણ સારુ-નરસુ થાય તો બીજા ના જીવન મા પણ તેનો પ્રભાવ પડે છે. વાસ્તવિક જીવન મા ઘણી મહિલાઓ એવી પણ હોય છે જે વિવાહ બાદ પોતાના પતિ માટે સારુ ભાગ્ય લઈ ને આવતી હોય છે તો તેના થી વિપરીત અમુક સ્ત્રીઓ વિવાહ બાદ તેના પતિ માટે પીડાદાયક સમય પણ લાવતી હોય છે.
આ દુનિયા મા જેટલી સારા ગુણો ની ભરપૂર સ્ત્રીઓ વસે છે તેટલી જ ખરાબ ગુણો ધરાવતી સ્ત્રીઓ પણ વસે છે. જે પોતાના પતિ ના જીવન મા ફક્ત દુઃખ અને પીડા જ લાવે છે. આપણા પૂર્વજો કહી ગયા છે કે ઘણી સ્ત્રીઓ પુરુષ ના જીવન મા એવુ નસીબ લઈ ને આવે છે કે તેનુ ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જાય. તે ધારે તો રંક ને રાજા પણ બનાવી શકે.
હાલ તમને સ્ત્રીઓ ના એવા ગુણો વિશે જણાવીશુ કે જે તમારા જીવન મા આવશે. તો તમારુ ભાગ્ય ચમકી જશે. તો ચાલો જાણીએ સ્ત્રીઓ ના આ ગુણો વિશે. જે મહિલાઓ શાંત સ્વભાવ ધરાવતી હોય તે ગમે તેવી વિકટ પરિસ્થિતિઓ ને પણ શાંતિ થી સૂલઝાવી લે છે.
આવી સ્ત્રી ધરાવતા પતિ નુ જીવન સુખમયી બને છે. જે ઘર મા સુખ-શાંતિ નો માહોલ જાળવી રાખે તથા ઘર ના બધા જ સદસ્યો નુ ધ્યાન રાખે. તેના પતિ ની દિવસ-રાત સેવા કરે. આવા ઘર મા લક્ષ્મીજી રાજી થાય છે ને વસવાટ કરે છે.
આ ઉપરાંત એવી માન્યતા છે કે જે મહિલાઓ પરોઢે વહેલી ઊઠી ને સાચા હ્રદય થી અને આસ્થા થી પ્રભુ નુ પૂજન-અર્ચન કરતી હોય તે ઘર મા હંમેશા લક્ષ્મીજી નો વાસ થાય છે. આના લીધે ઘર નો માહોલ પણ ખુશનુમા બની રહે છે.
આ ઉપરાંત જે સ્ત્રીઓ ઘર ના વડીલો નુ માન-સન્માન રાખતી હોય એમના ઘર મા ધન ની ક્યારેય ઉણપ નથી રહેતી. એમના પતિ ને દરેક કાર્ય મા સફળતા મળે છે. તેમનુ દાંપત્યજીવન પણ ખુશનુમા બને છે. આ ગુણ ધરાવતી સ્ત્રી જેમને પણ મળે તે અત્યંત નસીબદાર હોય છે.
સ્ત્રીઓ મા દયા ની લાગણી અત્યંત આવશ્યક હોય છે. જે સ્ત્રીઓ ઘર-આંગણે જરૂરીયાતમંદ વ્યક્તિઓ ને ક્યારેય પણ ખાલી હાથે પાછા નથી મોકલતી. તે સ્ત્રી નુ ઘર હંમેશા ધન-ધાન્ય થી પરિપૂર્ણ રહે છે. આ સ્ત્રીઓ નો ઘર નો માહોલ સુખ-શાંતિ થી ભરપૂર રહે તથા ઘર ની આર્થિક સ્થિતિ પણ સધ્ધર રહે છે.