આ વસ્તુનું સેવન કરવાથી બની શકો છો ડાયાબિટીસના રોગી.. જાણો એ વસ્તુ વિશે..

ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે. લોહીમા ખાંડનું સ્તર વધવા લાગે છે, અને વ્યક્તિની ધીમી ગતિએ પીડવાની પ્રક્રિયા થાય છે. આ રોગ લાંબા ટાઇમે એક મોટું રૂપ ધારણ કરી લે છે, જે વ્યક્તિ ના મૃત્યુ નું કારણ બની શકે છે.

જ્યાં સુધી તમે ડાયાબીટીસ થવા ના કારણો ને નહિ સમજો ત્યા સુધી તેનો ઈલાજ કરવો મુશ્કેલ બની જાય છે. જયારે લોહી મા ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)નું પ્રમાણ વધી જાય છે ત્યારે લોહી મા રહેલું આ કોલેસ્ટ્રોલ કોશિકાઓ ની આસપાસ જમા થવા લાગે છે! જેથી લોહીમાં રહેલા ઇન્સુલીન કોશિકાઓ સુધી નથી પહોચી શકતું

ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓને મીઠી વસ્તુ ખાવાથી હંમેશાને માટે દૂર રહેવું પડે છે, કેમકે, જો ડાયાબિટીસના દર્દીઓ કોઈપણ મીઠી વસ્તુ નું સેવન કરે કે તરત જ તેના શરીરની અંદર શુગરનું લેવલ વધી જાય છે, જે તેના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

મોટાભાગના ડાયાબિટીસના દર્દીઓને પોતાના મનમાં એક પ્રશ્ન ઉદભવતો હોય છે, કે ડાયાબિટીસના દર્દીઓએ ગોળ ખાવો ફાયદાકારક છે કે નહીં? આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તમારા આ પ્રશ્નનો ઉત્તર. સામાન્ય રીતે આપણા શરીરને દરરોજ ના કાર્ય કરવા માટે એનર્જી અને ગ્લુકોઝની જરૂર પડે છે.

સામાન્ય રીતે આપણા શરીરને આ ગ્લુકોઝ ભોજન માંથી મળતો હોય છે. આપણા શરીરની અંદર એક ખાસ પ્રકારનું હોર્મોન્સ હોય છે, જેને ઇન્સ્યુલિન કહેવામાં આવે છે અને આ ઇન્સ્યુલિન આપણા શરીરની અંદર રહેલા ગ્લુકોઝના સ્તરની જાળવી રાખવા માટે મદદરૂપ સાબિત થાય છે.

ડાયાબિટીસથી સ્થિતિની અંદર શરીરની અંદર યોગ્ય માત્રામાં ઇન્સ્યુલિન બનતું નથી, અને આથી જ આપણા શરીરની અંદર ગ્લુકોઝ અને સુગરનું લેવલ જળવાઈ રહેતું નથી. જેથી કરીને આપણા પ્લેટની અંદર શુગરની માત્રા વધી જાય છે. આથી જો તેનો યોગ્ય સમયે ઇલાજ ન કરવામાં આવે તો તેના કારણે આપણા શરીરમાં અનેક પ્રકારની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.

હવે જો ડાયાબિટીસના દર્દીઓ પોતાના ભોજનની અંદર ખાંડનું અથવા તો ખાંડમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરે તો તેના કારણે તેના શરીરની અંદર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન ન થતું હોવાના કારણે આ ખાંડનું ગ્લુકોઝમાં વિઘટન થતું નથી. જેથી કરીને દર્દીના બ્લડની અંદર સુગરનું લેવલ વધી જાય છે.

ડાયાબિટિશના દર્દીઓ માટે ખાંડ નું સેવન ખતરનાક માનવામાં આવે છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે ગોળની અંદર અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. આમ છતાં ગોળ ડાયાબિટીસના દર્દીઓ માટે સુરક્ષિત નથી. હવે જો આની પાછળના કારણની વાત કરવામાં આવે તો ગોળની ની અંદર સુક્રોઝ હોય છે.

ગોળ શરીરની અંદર ધીમે-ધીમે ઓગળી છે, અને આથી જ ગોળનું સેવન કરવાથી તમારા શરીરની અંદર બ્લડ શુગર લેવલ માં ઘટાડો થાય છે. પરંતુ આ સ્થિતિ થોડા સમય માટે જ બની રહે છે. સામાન્ય રીતે ગોળ ખાધા બાદ અંદાજે એક કલાક સુધી તમારા બ્લડ સુગર માં થોડો ઘટાડો થતો જોવા મળે છે.

પરંતુ જો બે કલાક પછીની વાત કરવામાં આવે તો ગોળ ખાધેલો વ્યક્તિ અને ખાંડ ખાધેલા વ્યક્તિના બ્લડ શુગર લેવલ ની અંદર લગભગ સમાનતા જોવા મળે છે. જેનો અર્થ એ છે કે ગોળ ખાધેલા વ્યક્તિના શરીરની અંદર શરૂઆતના એક કલાકમાં બ્લડ શુગર લેવલ ઘટે છે. પરંતુ પછીના એક કલાકની અંદર એ બ્લડ સુગર લેવલમાં વધારો થતો જોવા મળે છે, જે દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

જો કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસની સમસ્યા હોય તો તે વ્યક્તિ માટે ગોળ, ખાંડ અને મધ ત્રણેય અસુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ ડાયાબિટીસનો દર્દી નથી, તો તે વ્યક્તિ માટે ખાંડના પ્રમાણમાં ગોળ વધુ સુરક્ષિત માનવામાં આવે છે.

સામાન્ય રીતે ગોળ અને ખાંડ ના કેલેરીની માત્રા માં પણ મોટે ભાગે સમાનતા જોવા મળે છે. પરંતુ ખાંડની અંદર માત્ર કેલેરી હોય છે જ્યારે ગોળ ની અંદર કેલેરી ઉપરાંત વિવિધ પ્રકારના પોષક તત્વો પણ હોય છે. જે શરીર માટે ઉપયોગી સાબિત થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer