તમને જણાવી દઈએ કે હિંદુ ધર્મમાં દરેક પર્વ અને તહેવાર ખુબજ ધામધૂમથી માનવામાં આવે છે. અને ચૈત્ર માસ ની શરૂઆત થી હિંદુ ધર્મના નવા વરસ ની શરૂઆત થાય છે, અને એવું પણ માનવામાં આવે છે કે આ દિવશે જ બ્રહ્મા જી એ આ સૃષ્ટિની રચના કરી હતી.
આ દિવસ ને ખુબજ વિશેષ દિવસ માનવામાં આવે છે. અને આ દિવસ થી જ ચૈત્ર નવરાત્રીના નવ દિવસ નો પ્રારંભ થાય છે. તેમજ માતા શક્તિની ઉપાસના માટે આ ખુબજ વિશેષ અને લાભદાયી દિવસ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પૂરી આસ્થા સાથે આ વ્રત અને પૂજા કરે માતા રાણી ની કૃપા હંમેશા તેના પર રહે છે. અને તેની દરેક મનોકામના ખુબજ જલ્દી પૂરી થાય છે. આજે અમે એપ્રિલ મહિનામાં આવતા વ્રત અને તહેવારો વિશે જણાવીશું. કે કલ્ય દિવસે કયો તહેવાર આવે છે. ચાલો જાણીએ.
જાણો એપ્રિલ મહિનાના વ્રત અપર્વ કેલેન્ડર :-
૦૧ સોમવાર, વૈષ્ણવ પાપમોચીની એકાદશી
૦૨ મંગળવાર, પ્રદોષ વ્રત
૦૩ બુધવાર, માસિક શિવરાત્રી
૦૪ ગુરુવાર, બૃહસ્પતિવાર દર્શ અમાવસ
૦૫ શુક્રવાર ચૈત્ર અમાસ
૦૬ શનિવાર, ચંદ્ર દર્શન, ચૈત્ર નવરાત્રી, ગુડી પડવો, યુગાદી
૦૭ રવિવાર જુલેલાલ જયંતી
૦૮ સોમવાર, ગૌરીપૂજા, ગણગોર, મત્સ્ય જયંતી, માસિક કર્તીગાયી
૦૯ મંગળવાર, વિનાયક ચતુર્થી, લક્ષ્મી પાચમ
૧૦ બુધવાર, સ્કંદ ષષ્ઠી, રોહિણી વ્રત.
૧૧ બૃહસ્પતિ વાર, યમુના છઠ
૧૨ શુક્રવાર, નવપદ ઓલી પ્રારંભ
૧૩ શનિવાર, માસિક દુર્ગાષ્ટમી, મહાતારા જયંતી.
૧૪ રવિવાર, રામ નવમી, સોલર નવ વર્ષ, મેશ સંક્રાંતિ, વૈશાખી, આંબેડકર જયંતી.
૧૫ સોમવાર, કામદા એકાદશી, પહેલો વૈશાખ
૧૬ મંગળવાર, ગૌણ કામદા એકાદશી, વૈષ્ણવ કામદા એકાદશી, વામન દ્વાદશી
૧૭ બુધવાર, પ્રદોષ વ્રત, મહાવીર સ્વામી જયંતી
૧૯ શુક્રવાર, હનુમાન જયંતી, ચૈત્ર પૂર્ણિમા, પૂર્ણિમા ઉપવાસ.
૨૦ શનિવાર, વૈશાખ પ્રારંભ
૨૨ સોમવાર, સંકષ્ટી ચતુર્થી
૨૬ શુક્રવાર, કાલાષ્ટમી
૩૦ મંગળવાર, બૃથીની એકાદશી, વલ્લભાચાર્ય જયંતી.