સુરતમાં પાટીદાર અંદોલનના નેતા અલ્પેશ કથીરિયાની સગાઇ ભાજપનેતા કાવ્યા પટેલ સાથે, જાણો કોણ છે આ BJP નેતા?..

પાટીદાર અનામત આંદોલન થકી પ્રકાશમાં આવેલા બે યુવાનો પૈકી હાર્દિક પટેલ ઉપરાત અલ્પેશ કથિરીયા પણ ઠરીઠામ થવા તરફ આગળ વધી ગયા છે. અલ્પેશ કથીરિયાને સુરત અને સમગ્ર ગુજરાતનાં પાટીદારોમાં મજબુત પકડ ધરાવતા યુવા નેતાઓ પૈકી એક ગણવામાં આવે છે.

અલ્પેશ કથીરિયા નવા જીવનની શરૂઆત ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે કરવા જઈ રહ્યા છે. અલ્પેશ કથીરિયાએ ભાજપનાં નેતા સાથે સગાઇ કરતા લોકોમાં પણ આશ્ચર્ય વ્યાપ્યું છે.

પાસ કન્વીનર અલ્પેશ કથીરીયા ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર સાથે આજે સગાઇના બંધનથી બંધાય ગયા હતા. કાવ્યા પટેલ સાથે અલ્પેશ કથીરિયાએ કામરેજની ફાઉન્ટેન હોટલમાં સગાઇ કરી હતી. કાવ્યા પટેલ કનકપુર કનસાડ નગરપાલિકામાં એક સમયે ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે.

હાર્દિક પટેલે કોંગ્રેસનું પાણી પીધા બાદ અલ્પેશ એક નોન પોલિટિકલ ચહેરા તરીકે ઉભરી આવ્યો હતો અને પાટીદારોમાં પણ તેની લોકપ્રિયતામાં ભારે વધારો આવ્યો હતો. અલ્પેશ પોતાનાં સ્પષ્ટ અને બેબાક વિચારો વ્યક્ત કરવાનાં કારણે પણ રાજકીય ગ્રુપો માં એક્ટિવ રહે છે.

જો કે હાલમાં જ સુરતમાં આપને મોટી સફળતા અપાવ્યા બાદ તે ઔપચારિક રીતે આપમાં જોડાય તેવી શક્યતા સેવાઇ રહી હતી. તેવામાં અલ્પેશે ભાજપ નેતા સાથે સગાઇ કરતા લોકોમાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer