રાવણની નાભિમાં અમૃત કુંડનું રહસ્ય અને તેની કથા

આજે અમે જણાવીશું રાવણની નાભિમાં અમૃત કુંડ હોવાનું રહસ્ય. રાવણ પોતાના બંને ભાઈ ને સાથે લઈને બ્રહ્માજીની તપસ્યા કરવા લાગ્યો, ત્રણે ભાઈઓ એ ૧૦૦૦૦ વર્ષ સુધી બ્રહ્મા જી ની તપસ્યા કરી. આટલી તપસ્યા કર્યા પછી રાવણે પોતાનું મસ્તક બ્રહ્માજી ને અર્પણ કર્યું. બ્રહ્માજી રાવણની તપસ્યાથી પ્રસન્ન થઇ ગયા, અને તેના દસે માથા પરત કર્યા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે રાવણે અમરતાનું વરદાન માંગ્યું. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે એની સિવાઈ બીજું કોઈ પણ વરદાન માંગી લે.

ત્યારે રાવણે કહ્યું કે હું મનુષ્ય સિવાય કોઈ પણ વ્યક્તિ થી ના મરું, બ્રહ્માજી એ આ વરદાન રાવણને આપ્યું અને રાવણ પોતાના અભિમાનમાં ચુર થઇને યમરાજ સાથે યુદ્ધ કરવા પહોચ્યો. અને ઘણા દિવસો સુધી તેનું યમરાજ સાથે યુદ્ધ ચાલ્યું. જયારે યમરાજે રાવણનો વધ કરવાનું વિચાર્યું તો બ્રહ્માજી પ્રગટ થયા અને યમરાજને કહ્યું, તમે તેનો વધ નહિ કરી શકો કારણ કે મે તેને વરદાન આપેલું છે.

યમરાજનું ઘણા દિવસો સુધી રાવણ સાથે યુદ્ધ ચાલ્યું તેથી યમરાજ રાવણ પર ખુબજ પ્રસન્ન થઇ ગયા, અને બોલ્યા કે આજ સુધી કોઈ પણ યોદ્ધામાં એટલી હિમ્મત નથી થઇ કે મારી સાથે યુદ્ધ કરે પરંતુ તે મારી સાથે યુદ્ધ કર્યું તેથી હું તારાથી પ્રસન્ન છું અને તું વરદાન માંગી શકે છો. ત્યારે રાવણે યમરાજને કહ્યું, કે તમે મને અમૃત કુંડ આપી દો ત્યારે યમરાજે ના પાડી અને અમૃત કુંડ એની નાભિમાં સ્થાપિત કરી દીધો અને કહ્યું જે દિવસે આ અમૃત કુંડ સુકાઈ જશે તે દિવસે તારું મૃત્યુ થશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer