આપણા દેશ વિધવિધતાઓનો દેશ છે આપણા દેશમાં ખાસ કરીને હિન્દુધર્મમાં અલગ અલગ મંદિરો આવેલા છે અને આ તમામ મંદિરોનો મહિમા અલગ અલગ છે. આ મંદિરોમાં જે પ્રસાદ આપવામાં આવે છે તેનું પણ ખાસ મહત્વ હોય છે. ભગવાનને ભક્તો પોતાની યથા શક્તિ પ્રમાણે માનતાના રૂપે પ્રસાદ ધરાવે છે. જેનાથી તેમની ભક્તિ સાર્થક થાય છે. દરેકની ધર્મને લઈને અલગ અલગ શ્રદ્ધા હોવાની. આવી જ શ્રદ્ધા જોડાયેલી છે પ્રસાદ સાથે.
સામાન્ય રીતે દરેક મંદિરમાં દર્શન કરી પ્રસાદ આપવામાં આવે છે. સાકરીયા, ગળ્યા દાણા, નારિયેળ, મિઠાઈ આવો પ્રસાદ ભક્તો દ્વારા ધરાવવામાં આવે છે. પણ આજે આપણે એવા મંદિરની વાત કરીશુ જ્યાં કંઈક અલગ જ પ્રકારનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ મંદિરોમાં એવો પ્રસાદ ચડે છે જેની ક્યારેય આપણે કલ્પના પણ કરી નહી હોય તો આજે જાણીશુ આ મંદિરો અંગે.
જગન્નાથ મંદિર, પુરી : જગન્નાથ મંદિર રથયાત્રાને લઈને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. અહીં ભગવાન જગન્નાથજીને 56 ભોગ ધરાવવામાં આવે છે. ભક્તો આ પ્રસાદને ખુબજ ભાવ સાથે ખાય છે.
કામાખ્યા દેવી મંદિર, ગુવાહાટી : કામાખ્યા દેવીને પ્રસાદ તરીકે ભીનું કપડુ ચડાવવામાં આવે છે. આ પ્રસાદ મેળવવો સૌભાગ્યની વાત છે આ પ્રસાદ માટે ભક્તો દૂર દૂરથી આવે છે.
બાલાસુબ્રમણ્યમ મંદિર એલેપ્પી : કેરળ સ્થિત આ મંદિરમાં ભગવાન તેના ભક્તોને પ્રસાદમાં ચોકલેટ ખવડાવે છે. ભક્તો માટે આ પ્રસાદનો અનોખો મહિમા છે.
ચાઈનીઝ કાલી મંદિર, કોલકત્તા : કોલકત્તાના ટાંગરામાં બનેલ કાળી માતાને પ્રસાદ રૂપે નુડલ્સ ધરાવવામાં આવે છે. ભક્તોની માન્યતા છે કે નૂડલ્સ ખાવાથી કોઈ પણ બીમારી દૂર થાય છે.
કરણી માતા મંદિર, બીકાનેર : કરણી માતા મંદિર રાજસ્થાનના બીકાનેરમાં આવેલ છે. આ મંદિરમા એટલા બધા ઉંદર હોય છે કે ભક્તો મંદિરમાં પગ ઉપાડીને નથી ચાલતા. આ મંદિરમાં બે હજારથી વધારે ઉંદર હોય છે. આ મંદિરમાં ભક્તો ઉંદરનો એઠો પ્રસાદ આરોગે છે.
મહાદેવ મંદિર થ્રિસુર : કેરળમાં પ્રકૃતિની વચ્ચે આવેલ આ રમણીય મંદિર આવેલુ છે. અહીં ભક્તો પ્રસાદ રૂપે સીડી-ડીવીડી અને ટેક્સ બુક ચડાવે છે. મંદિર મેનેજમેન્ટનું માનવુ છે કે અહી જ્ઞાનને વેચવામાં આવે છે.