હાલના એપિસોડમાં આપણને જોવા મળ્યું છે કે અનુજ કપાડીયા ની ભાભી બરખા અનુજની ગેરમોજૂદકીનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. બરખાએ તેના પતિ અંકુશ ને પણ તેના તરફી કરી લીધો છે. બરખા ગમે તે રીતે અનુજ કપડાની પ્રોપર્ટી ઉપર કબજો જમાવવા માંગે છે.બરખા ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે અનુજ ગમે તે રીતે મૃત્યુ પામે. તેથી તે અનુજની આખી પ્રોપર્ટી હડપી લે. પરંતુ એવું થયું નથી.
અનુપમા તેના પતિ અનુજને ઘરે લઈ આવી છે પરંતુ અનુજ હોશમાં આવ્યો નથી. એક બાજુ બરખા વિચારી રહી છે કે તે તેના પતિ અને ભાઈ સાથે મળીને અનુપમાને દબાવી દેશે અને તેની બધી પ્રોપર્ટી લઈ લે.. પરંતુ 19 ઓગસ્ટના રોજ આવનારા એપિસોડમાં આપણને જોવા મળ્યું કે અનુપમા બરખાને તેની હેસિયત યાદ કરાવી દે છે. અનુપમા બરખાને તેના પ્લાનમાં સફળ થવા દેતી નથી.
પોલીસ વનરાજ શાહની ધરપકડ કરશે : અનુપમાએ ચેક પર સહી ન કરતાં અને તેને અનુજની કાર ન આપતાં, બરખા સ્તબ્ધ થઈ ગઈ, તેણે તેના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવ્યા.. આગામી એપિસોડમાં તમે જોશો કે બરખાએ વનરાજ શાહ સામે કેસ કર્યો છે. વનરાજ શાહને પકડવા પોલીસ પહોંચી જશે, જેના કારણે થોડો સુધરતો વનરાજ ફરી એકવાર ગુસ્સાથી ઉકળી ઉઠશે.
એટલું જ નહીં, બરખા અનુપમાને સંભળાવવાના મામલામાં કોઈ કસર છોડશે નહીં. પ્રોપર્ટીના મામલામાં તે તમામ હદો વટાવી જશે, પણ શું અનુપમા ફરી એકવાર એકલી બધું સંભાળી શકશે? આ જોવું રસપ્રદ રહેશે. સાથે જ તમે જોશો કે કેવી રીતે અનુજ કાપડિયાની તબિયત બગડશે જેના પછી અનુપમા ખૂબ જ પરેશાન દેખાશે.
શુક્રવારના એપિસોડમાં જોયું કે બરખા હવે સમજી ગઈ છે કે અહીં જીવતો છે એટલે અનુપમાને નબળી પાડવી એટલી બધી સરળ નથી. અનુજનિલ મિલકતને લઈને બરખા બદલો લેવા માંગે છે અને અનુપમાને કહે છે કે તે અનુજ માટે તે જ નર્સ રાખશે જે અમે નક્કી કરીશુ.
. તે અનુપમાની આવેલી નર્સ પર સવાલ ઉઠાવે છે અને કહે છે કે અમે રૂમમાં સીસીટીવી કેમેરો નખાવીશું. અનુજની બગડતી તબિયત પછી એવું માનવામાં આવે છે કે કાં તો બરખાએ તેની દવામાં કંઈક દાખલ કર્યું છે અથવા તો તેણે પૈસા આપીને અનુ દ્વારા લાવેલી નર્સ ખરીદી છે.