સિરિયલ અનુપમા હમણાં ખૂબ ચર્ચામાં છે. સિરિયલના દરેક પાત્રનો એક ખૂબ મોટો ચાહક વર્ગ છે. સિરિયલની લીડ અભિનેત્રી અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી બધાને ખૂબ પસંદ આવી રહી છે. રૂપાલી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી હોય છે. ચાહકો પણ અનુપમાની બધી જ પોસ્ટ પર ખૂબ પ્રેમ વરસાવતા હોય છે.
અભિનેત્રી એ હમણાં જ એક વાઇરલ વિડીયો રિલ બનાવી છે તેમાં તે પોતાની રિલ સાસુ સાથે દેખાઈ રહી છે. વિડીયોમાં તમે જોઈ શકશો કે બંને સાસુ વહુ ઇન્સ્ટાગ્રામ પર ચાલી રહેલ ટ્રેન્ડ પર ડાન્સ કરી રહી છે. તો બંનેનો વિડીયો જોઈને અનુપમાનો ઓનસ્ક્રીન દીકરો પરિતોષ પણ ત્યાં આવી જાય છે અને એક્સપ્રેશન આપે છે કે આ શું કરી રહ્યા છો.
વિડીયો શેર કરી રૂપાલીએ લખ્યું, ‘યુનિટ પાછળ સીન માટે સેટ તૈયાર કરી રહ્યું છે અને અમે આ ક્યૂટ રિલ બનાવી રહ્યા છે. આશિષ કહેવાનો પ્રયત્ન કરે છે કે આ ટ્રેન્ડ પૂરો થઈ ગયો છે. અને ભીમ આપણને શુટ માટે બોલાવી રહ્યો છે.
રૂપાલીનો આ વિડીયો ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને ચાહકો ખૂબ જ મસ્તીભરી કોમેન્ટ્સ કરી રહ્યા છે. ઘણા કોમેન્ટ્સ કરી રહ્યા છે, ‘શુટ પર બુલાતે હૈ, પર જાનેકા નહીં. રઇલ્સ બનાવવાની.’
આ દિવસોમાં અનુપમાના શોમાં પાખી અને વધુને કારણે ઘણો હોબાળો થઈ રહ્યો છે. વાત એમ છે કે વનરાજ પાખી અને અધિક વચ્ચેની વધતી જતી નિકટતાથી ખૂબ ગુસ્સે છે અને તે પોતે જ પાખીને કૉલેજ લેવા અને મૂકવા જાય છે. તેની સાથે જ તે આ માટે અનુપમા પર ગુસ્સે પણ થાય છે.
અનુપમા પાખીને સમજાવવાનો પ્રયાસ કરે છે અને પાખી પણ તેમને સમજે છે તેવું વર્તન કરે છે. જો કે, પાખી અનુપમા સાથે છેતરપિંડી કરી રહી છે અને અધિક સાથે યુએસએ ભાગી જવાની યોજના ધરાવે છે.
View this post on Instagram