અનુપમા અને બા કોમામાં જતા રહેલા અનુજની પીઠ પાછળ કરી રહી હતી ડાન્સ, અચાનક અનુજ બેઠો થયો અને…..

અનુપમા સિરિયલમાં આ દિવસોમાં અનુજના એકસીડન્ટને કારણે ખૂબ જ ટ્વીસ્ટ જોવા મળી રહ્યા છે.. લોકો આજકાલ અનુપમાનો એક પણ એપિસોડ જોવાનું ચુકતા નથી..

અનુજના કોમામાં જવાથી તેમના ચાહકો ખૂબ જ ગુસ્સે છે અને નાખુશ પણ છે.. પરંતુ અનુપમા અવારનવાર ચાહકોના દિલ જીતવા માટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર વીડિયો શેર કરતી રહે છે.. હાલમાં જ તેને એક બીટીએસ વિડીયો શેર કર્યો હતો..

અનુપમાના ડાન્સ બાદ અનુજ કોમામાં જાગી જાય છે: તાજેતરમાં જ અનુપમએ એટલે કે રૂપાલી ગાંગુલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક ફની બીટીએસ વિડીયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અનુપમા અને બા અનુજ ના સ્ટ્રેચર પાસે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)


આમ રૂપાલી ગાંગુલી કોમામાં જતા રહેલા અનુજની પીઠ પાછળ લીલા સાથે ગીત અને ડાન્સ કરતી જોવા મળી રહી હતી… બા અને અનુપમા ખૂબ જ કોમેડી મૂડમાં જોવા મળ્યા હતા શોની બંને અભિનેત્રીઓ આશા ભોંસલેના ગીત ‘હુસ્ન કે લાખો રંગ’ પર ડાન્સ કરતી જોવા મળે છે.આ વિડીયો શેર કરતા રૂપલીએ લખ્યું કે, આ માન-ડે છે, જાણો કેમ દિલ ચાહતા હૈ… બધું બરાબર થઈ જશે.

ઉપરાંત આ વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે અનુજ અચાનક જ ઊઠીને બેસી જાય છે જેને કારણે તેની ફની સ્ટાઈલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે થોડા કલાકો પહેલા જ શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધી એક લાખથી વધુ લાઈક્સ પણ મળી ચૂકી છે.

શોના નવીનતમ ટ્રેકમાં શું ચાલી રહ્યું છે?’ હાલના દિવસોમાં જોવા મળી રહ્યું છે કે અનુજ અને વનરાજનો એકસીડન્ટ થઈ જાય છે અને વનરાજ સારો થઈ જાય છે જ્યારે અનુજ કોમામા જતો રહે છે.. બીજી બાજુ અનુપમા એકલી પડી જવાથી બરખા અને અંકુશ તેઓની પ્રોપર્ટી હડપવાની કોશિશ કરે છે.

જોકે, શોમાં આ લીપ અને અનુજના અકસ્માતથી ફેન્સ ખુશ નથી. હવે જોઈએ મેકર્સ તેમના ફેવરિટ ફેન્સ માટે કઈ નવી ટ્રીટ લાવે છે. તમને જણાવી દઈએ કે અનુપમા શો ટીવી ફેન્સનો સૌથી ફેવરિટ શો છે. આ શો ટીવી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer