અનુપમા ની વહુ કિંજલે ગ્લેમરસ ફોટોશૂટ થી ચાહકોના હોશ ઉડાડ્યા, લાગતી હતી ખુબ જ સુંદર

અનુપમા સિરિયલમાં કિંજલનું પાત્ર ભજવી રહેલી નિધિ શાહ તેના અભિનયને કારણે ચર્ચામાં છે. તેણે ટીવી ઇન્ડસ્ટ્રીમાં તેની સફર નાની ઉંમરે ટીવી સીરિયલ ધેટસ સો ઓસમથી શરૂ કરી હતી. આ સિવાય તેણે મેરે પપ્પા કી મારુતિ અને ફટા પોસ્ટર નિકલા હીરો જેવી ફિલ્મોમાં પણ કેમિયો રોલ કર્યો છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની સુંદર તસવીરોથી ચાહકોના દિલને ધડકે છે.

View this post on Instagram

A post shared by Nidhi Shah (@nidz_20)

હવે તેણે તેની ઘણી સુંદર તસવીરો શેર કરી છે જેમાં તે બોડીકોન લહેંગા અને બ્લાઉઝમાં જોવા મળી રહી છે અને તેણે તેની સાથે મેચિંગ દુપટ્ટો પણ પહેર્યો છે. નિધિ શાહે આ ડ્રેસ સાથે ઈયરિંગ્સ કેરી કરી છે અને તેના વાળને ખુલ્લા વાળનો લુક આપ્યો છે. આ ફોટો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે, પડછાયામાંથી બહાર આવો, પ્રકાશમાં આવો…. જાદુઈ સમય. ચાહકોને તેની આ ફોટો ખૂબ જ પસંદ આવી રહી છે.

નિધિ શાહ ગુજરાતી પરિવાર સાથે સંબંધ ધરાવે છે પરંતુ તેનો જન્મ મુંબઈમાં થયો હતો. તેના પિતા બિઝનેસમેન છે અને માતા ફેશન ડિઝાઇનર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નિધિ શાહને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો.નિધિ શાહે વર્ષ 2013માં ફિલ્મ ‘મેરે ડૅડ કી મારુતિ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેણે કેમિયો રોલ કર્યો હતો.

View this post on Instagram

A post shared by Nidhi Shah (@nidz_20)

નિધિ શાહે ‘જાના ના દિલ સે દૂર’ સિરિયલથી નાના પડદા પર એન્ટ્રી કરી હતી. આ શો દ્વારા તે ઘરે-ઘરે ફેમસ થઈ ગઈ. આ પછી નિધિ શાહ ‘કવચ’ અને ‘કાર્તિક પૂર્ણિમા’ જેવી ઘણી સિરિયલોમાં જોવા મળી હતી. લોકોને તેની એક્ટિંગ પસંદ આવી. આ દિવસોમાં તે અનુપમા સિરિયલમાં કિંજલના પાત્રને લઈને ચર્ચામાં છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer