લોકો વનરાજના (સુધાંશુ પાંડે) કેફેને નબળા રેટિંગ આપશે, જેના કારણે શાહ પરિવારનું મૂળ બગડશે. જ્યાં આખો પરિવાર કાવ્યા (મદાલસા શર્મા) ને દોષી માનશે. બીજી તરફ, કાવ્યા અનુપમાને જવાબદાર ઠેરવશે.
કાવ્યા કહેશે કે અનુપમાની મદદ ન કરવાને કારણે આવું થયું છે, જેના પર વનરાજ તેને કહેશે કે આ બધું કાવ્યાને કારણે થયું છે. જો કાવ્યાની વર્તણૂક સારી હોત તો તેને વધારે રેન્કિંગ મળી હોત. રેટિંગ ના અહેવાલમાં પણ કાવ્યાની વર્તણૂકને ખરાબ ગણાવી હતી.
આ સિવાય, વી-બ્લોગર કિયારા તેના મિત્રો સાથે કાફેમાં જમવા આવશે અને તે અનુપમાના સ્વભાવથી પ્રભાવિત થઈ જશે. તે કાફે પર એક બ્લોગ બનાવશે અને તેના વી-બ્લોગમાં કેફેને 5 સ્ટાર રેટિંગ આપશે.
કિયારા પોતાના વીડિયોમાં અનુપમા વિશે જણાવશે અને એમ પણ કહેશે કે અનુપમાના તેના પરિવાર સાથે વિશેષ સંબંધ છે. આનાથી કેફેને ફાયદો થશે. શાહ પરિવાર વીડિયો જોઇને ખુશ થશે. આ બરાબર તેવું જ છે જેવું ‘બાબા કે ધાબા’ ના માલિક સાથે થયું.
એક વી-બ્લોગએ ‘બાબા કા ઢાંબા’ના માલિક કાંતા પ્રસાદની દુનિયા બદલી નાખી હતી. અનુપમાનાં વખાણથી કાવ્યા ને ગુસ્સો આવશે અને તે વનરાજ (સુધાંશુ પાંડે) ને અનુપમા સામે ઉશ્કેરશે.
પ્રથમ વનરાજ કાવ્યાને સમજાવવાનો પ્રયત્ન કરશે કે તેના કાફેથી જ તેનો ફાયદો થઈ રહ્યો છે. પણ કાવ્યા વનરાજની વાત સાંભળશે નહીં. કાવ્યા વનરાજને કહેશે કે તે કાફેનો માલિક છે, તેમ છતાં તેની કંઈ ચાલતી નથી. કાવ્યા (મદાલસા શર્મા) વનરાજને બ્રેઈનવોશ કરી નાખશે.
વનરાજ સંપૂર્ણપણે કાવ્યાના વાતમાં આવી જશે અને અનુપમાને ખોટી સમજશે. અને તેના પર ગુસ્સો પણ કરશે. આ સાથે ફરી એકવાર વનરાજ અને અનુપમાના સંબંધોમાં અંતર આવશે. બીજી તરફ, કાવ્યા અને વનરાજ અનુપમા સામે એક થશે.