શ્રીકૃષ્ણને અર્જૂન ખૂબ જ પ્રિય હતો. શ્રીકૃષ્ણને અર્જૂનની ઘણી વાતો
ગમતી હતી. શ્રીકૃષ્ણએ અર્જૂનને હંમેશા જ્ઞાન આપ્યું છે.પોતાના કર્તવ્યોનું પાલન
કરવાનું શીખવ્યું અને એ જણાવ્યું કે સમય અને પરિસ્થિતિ મુજબ ધર્મ ધ્યાનમાં રાખીને
ક્યારે શું કરવું જોઈએ? પરંતુ અર્જૂને ભીષ્મ
પિતામહ સાથે કપટ કર્યું હતું. આ કપટનું ફળ સ્વરૂપે અર્જૂન, પત્ની ચિત્રાંગદા અને તેના પુત્રને મળ્યું હતું.
મહાભારતનો એ સંપૂર્ણ કિસ્સો : યુદ્ધમાં કપટના કારણે અર્જૂનનું મૃત્યુ થયું હતું અશ્વમેઘ યજ્ઞના સંદર્ભમાં અર્જૂન મણિપુર ગયો તો તેના પુત્ર વભ્રુવાહને તેનું સ્વાગત કર્યું હતું. વભ્રુવાહનને યુદ્ધના વસ્ત્રોમાં જોઈને અર્જૂનને ગુસ્સો આવ્યો. તેને આ ક્ષત્રિયોને છાજે તેવુ ન લાગ્યું. તેણે પુત્રને યુદ્ધ માટે લલકાર્યો. ઉલૂપીએ વભ્રુવાહનને યુદ્ધમાટે પ્રેરિત કર્યો. આ યુદ્ધમાં અર્જૂનનું મૃત્યું થઈ ગયું. યુદ્ધમાં અર્જૂનનું મૃત્યુ થઈ જવાથી અર્જૂનની પત્ની ચિંત્રાંગદા ઉલૂપી ઉપર ગુસ્સો થઈ ગઈ. ત્યાર પછી ઉલૂપીએ સંજીવની મણીથી અર્જૂનને પુન:જીવીત કર્યો હતો.
ઉલૂપીએ જણાવ્યું કે તે એકવાર ગંગા તટ ઉપર ગઈ હતી ત્યારે ત્યા વસુ નામના દેવતા ગણનો ગંગા સાથે વાર્તાલાપ થયો હતો. તેમણે અર્જૂનને શાપ આપ્યો હતો. અર્જૂને ગંગાપુત્ર ભીષ્મને શિખંડીને વચ્ચે રાખીને માર્યા હતા. એટલા માટે અર્જૂનને એવો શાપ આપ્યો હતો કે તે પણ પોતાના પુત્રના હાથે માર્યો જશે, ત્યારે જ તે આ પાપમાંથી મુક્ત થશે.
આ કારણે ઉલૂપીએ વભ્રુવાહનને યુદ્ધ માટે પ્રેરિત કર્યો હતો.
આમાથી શીખવું જોઈએ કે કર્મના ફળથી કોઈ બચી શકતું નથી જાણતા કે અજાણતા થયેલી ભૂલનું ફળ વ્યક્તિને મળે જ છે. જેના કારણે દરેક વ્યક્તિ દુ:ખી થાય છે. જે રીતે ભગવાનના પ્રિય હોવા છતા અર્જૂનને પોતાના કર્મનું ફળ ભોગવવું પડ્યું હતું. તેની સામે સામાન્ય વ્યક્તિ તેના કર્મના ફળથી કેવી રીતે બચી શકે. શ્રીકૃષ્ણએ અર્જૂનને ધર્મ અને અધર્મનું જ્ઞાન આપ્યું હતું. પરંતુ અર્જૂને કપટથી ભીષ્મ પિતામહને માર્યા હતા. તેનો દોષ અર્જૂનને લાગ્યો અને તેનું ફળ તેણે ભોગવવું પડ્યું.