‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દયાબેનની સૌતન બનવાની હતી ટીવીની નાગિન…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનો રોલ કોને પસંદ નથી. ગોકુલધામ સોસાયટીનો મોટો ઉદ્યોગપતિ રોજ કોઈને કોઈ મુશ્કેલીમાં ફસાઈ જાય છે. એકવાર ટીવીની ‘નાગિન’ તેમની પાછળ પડી ગઈ હતી, ટપુ એ ગમે તેમ કરીને તેણે પોતાના પિતાને આ ‘નાગિન’ની ચુંગાલમાંથી બચાવ્યા.

જેઠાલાલના સેક્રેટરી
લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. અત્યાર સુધી આ શોમાં ઘણા એવા કલાકારો આવ્યા છે, જેઓ માત્ર થોડા જ એપિસોડમાં દેખાયા છે. તેમાંથી એક અભિનેત્રી સુરભી ચંદના હતી, જેણે એકતા કપૂરના શો નાગીનમાં કામ કર્યું હતું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જૂના એપિસોડમાં સુરભી ચંદનાએ જેઠાલાલની સેક્રેટરીની ભૂમિકા ભજવી હતી.
જેઠાલાલની ‘સ્વીટી’

તમને જણાવી દઈએ કે સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સુરભી ચંદનાએ જેઠાલાલની સેક્રેટરી બનેલી સ્વીટીનો રોલ કર્યો હતો. સુરભી ચાંદનાએ સ્વીટી બનીને જેઠાલાલ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. સ્વીટીએ તો બધાની સામે એવો દાવો પણ શરૂ કરી દીધો હતો કે જેઠાલાલ પણ તેને પસંદ કરે છે. સુરભી ચાંદના (સ્વીટી) ના મુખેથી જેઠાલાલ માટે પ્રેમાળ શબ્દો સાંભળી દયાબેન ખૂબ જ ડરી ગયા હતા. દયાબેનને સૌતનના આવવાની બીક લાગતી હતી. એટલું જ નહીં બાપુજી પણ આ વાતથી ખૂબ દુઃખી હતા.
આ શો 12 વર્ષથી ચાલી રહ્યો છે.

ગયા વર્ષે 28 જુલાઈ 2021 ના રોજ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને 13 વર્ષ પૂરા થયા હતા. આ શોના અત્યાર સુધીમાં 3226 એપિસોડ પ્રસારિત થયા છે. 2008માં શરૂ થયેલા આ શોને અસિત કુમાર મોદીએ પ્રોડ્યુસ કર્યો છે. ચાહકો શોની મુખ્ય અભિનેત્રી દિશા વાકાણીની વાપસીની રાહ જોઈ રહ્યા છે.

અભિનેત્રીએ 4 વર્ષ પહેલા શોમાંથી મેટરનિટી લીવ લીધી હતી, ત્યારબાદ તે પરત ફરી શકી નથી. આ સિવાય અંજલિ ભાભીનો રોલ કરનાર નેહા મહેતાએ પણ શો છોડી દીધો છે. તેની જગ્યાએ સુનૈના ફોજદાર અંજલી ભાભીની ભૂમિકામાં છે.

દયાબેને 2017માં શોમાંથી લીધો હતો બ્રેક
દિશા વાકાણીએ 2015 માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પડિયા સાથે લગ્ન કર્યા. પુત્રી સ્તુતિના જન્મને કારણે 2017થી તેણે શોમાંથી બ્રેક લીધો હતો. તેણે પ્રેગ્નન્સીમાં મેટરનિટી લીવ લીધી હતી પરંતુ ત્યારથી તેણે શો છોડી દીધો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે દયા ભાભીના નામથી ફેમસ થયેલી દિશાએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કોઈ ટીવી શોથી નહીં પરંતુ ફિલ્મોથી કરી હતી.

જાણીને નવાઈ લાગશે કે તે પહેલીવાર 1997 માં બી-ગ્રેડ ફિલ્મ ‘કોમસિનઃ ધ અનટચ્ડ’માં જોવા મળી હતી. દિશાના ટીવી કરિયરની વાત કરીએ તો, તે પહેલીવાર 2004માં ‘ખિચડી’માં જોવા મળી હતી, જોકે તેને 2008માં શરૂ થયેલા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી ખ્યાતિ મળી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer