આ મંદિર માં જે લોકો પહેલી વાર જાય છે ત્યારે અહીંયાનો નજરો જોઇને ચોંકી જાય છે. જે ભક્તો ની ઉપર કાળી છાયી અને પ્રેત બાધા ના સાયા રહે છે એને મુક્તિ મેળવવા માટે આ મંદિર માં આવે છે. મહેંદીપુર બાલાજી ના દરબાર માં પહોંચતા જ ખરાબ શક્તિ જેમ કે ભૂત-પ્રેત, પિશાચ ખુદ જ ડર થી કાંપવા લાગે છે. અહિયાં પ્રેતાત્મા ને શરીર થી મુક્ત કરવા માટે એને કઠોર સજા આપવામાં આવે છે. આ ઉપચાર ને જોઈ લો તો તમારા રુંવાટા ઉભા થઇ જશે કારણ કે આ ઈલાજ પોલીસ ની થર્ડ ડીગ્રી થી ઓછો નથી હોતો.
બાલાજીની જમણી બાજુ છાતીમા છે કાણું:
મેહંદીપુર બાલાજીની જમણી છાતી માં એક નાનું એવું કાણું છે. એનાથી નિરંતર પાણી વહેતુ રહે છે. એવી માન્યતા છે કે આ બાલાજી નો પસીન છે. આ મંદિર માં ત્રણ દેવતા બિરાજે છે એક તો સ્વયં બાલાજી, બીજા પ્રેતરાજ અને ત્રીજા ભૈરો જેને કેપ્ટન કહેવામાં આવે છે.
અહિયાં પર ચઢાવવામાં આવે છે અલગ અલગ પ્રસાદ:
બાલાજી મંદિરની ખાસિયત છે કે અહિયાં બાલાજી ને લાડુ, પ્રેતરાજ ને ચોખા અને ભૈરો ને અડદ નો પ્રસાદ ચઢાવવામાં આવે છે. કહેવાય છે કે બાલાજી ના પ્રસાદ માં બે લાડુ ખાતા જ ભૂત-પ્રેત થી પીડિત વ્યક્તિ ની અંદર મોજુદ ભૂત-પ્રેત ચટ-પટાવા લાગે છે અને અજીબ હરકતો કરવા લાગે છે.
મંદિરના છે અમુક કડક નિયમ:
મેંહદીપુર બાલાજી ના દર્શન કરવા વાળા લોકો માટે અમુક કડક નિયમ હોય છે. અહિયાં આવવા માટે એક અઠવાડિયા પહેલા લસણ, ડુંગળી, ઈંડા, માંસ, દારૂ નું સેવન બંધ કરવું પડે છે.
અહિયાંનો પ્રસાદ ઘરે લઈને જઈ શકતા નથી:
એમ તો મંદિર માં ભગવાન ના દર્શન કર્યા પછી લોકો પ્રસાદ લઈને ઘરે આવે છે પરંતુ મેંહદીપુર બાલાજી મંદિર થી ભૂલીને પણ પ્રસાદ ને ઘરે લઇ આવો તો તમારા ઉપર પ્રેત સાયા આવી શકે છે.
પાછા વળતી સમયે રાખવી પડી છે વિશેષ સાવધાની :
બાલાજી ના દર્શન પછી ઘરે પાછા ફરતા સમયે એ જોઈ લેવું જોઈ કે તમારા ખિસ્સા અથવા બેગ માં ખાવા-પીવા ની કોઈ પણ ચીજ ના હોય. અહિયાં નો નિયમ છે કે અહિયાં થી ખાવા પીવા ની કોઈ પણ ચીજ ઘરે લઇ ન જવી.
અહિયાંના પ્રસાદને કહે છે દર્ખાવસ્ત અને અરજી:
અહિયાં પર ચઢાવવા ના પ્રસાદ ને દર્ખાવસ્ત અને અર્જી કહે છે. મંદિર માં દર્ખાવસ્ત નો પ્રસાદ લગાવ્યા પછી ત્યાં થી તરત જ નીકળવાનું હોય છે. જયારે અર્જી નો પ્રસાદ લેતા સમયે એની પાછળ ની બાજુ ફેકવાનો હોય છે. આ પ્રક્રિયા માં પ્રસાદ ફેંકતા સમયે પાછળ ની બાજુ જોવું ન જોઈએ.
પાણીના છાંટાથી મળે છે પ્રેત ની સાયાથી મુક્તિ:
બાલાજી જાવ તો સવારે અને સાંજ ની આરતી માં શામિલ થઇ આરતી ના છાંટા લેવા જોઈએ. આ રોગ મુક્તિ તથા ઉપરી ચકકર થી રક્ષા કરવા વાળા હોય છે.