ભગવાનને ક્યારેય પણ આવી રીતે ના ચડાવો પૈસા નહિતર થઇ શકે છે નુકશાન…

જ્યારે જ્યારે આપણે મંદિરે જતાં હોયે છે ત્યારે આપણે ભગવાન ના મંદિર માં કોઈ ને કોઈ રીતે પૈસા ચડાવતા હોયે છે, અમુક વાર આપણે દાનપેટી માં તો અમુક વાર ભગવાન ની થાળી માં કે પછી પૂજારી ને આપતા હોયે છે. અમુક વાર ઘણા લોકો ભગવાનની આગળ પૈસા ફેંકી દે છે.

ભગવાન ઉપર ઉપકાર કરતાં હોય તેવી રીતે હાથ જોડીને કહે છે કે તમે મારી આ વિષ પૂરી કરશો તો તમને હું આ ચડાવીસ કે પછી કહે છે કે જો તમે મારૂ આ કામ આટલા સમય માં પૂરું કરી દેસો તો હું તમને મારા વાળ અર્પણ કરી દઈસ કે પછી હું તમને સોનાના આભૂષણ ચડાવીસ આવી આવી ભગવાન ને ઓફર આપે છે.

ભગવાન ને વિનંતી કરવાના નામ ઉપર ઢોંગ કરે છે. આવા ઘણા લોકો હોય જે એવું સમજતા હોય છે કે ભગવાન ને હું આ વસ્તુ ની ઓફર કરીશ તો ભગવાન માની જશે, પરંતુ એવું હોતું નથી. જે લોકો આવું સમજતા હોય છે તેને ખરેખર મૂર્ખ ગણવામાં આવે છે.

એક વાર આ  બાબત પર જરૂર વિચારજો કે જેવી રીતે લોકો ભગવાન ઉપર પૈસા ફેકતા હોય છે તેવીજ રીતે જો તમારી સામે કોઈ પૈસા ફેકે તો તમને કેવું લાગે.. ભગવાન તમારા પૈસા અને સંપત્તિ માટે ભૂખ્યા નથી. ભગવાન સાચી ભક્તિ અને શ્રદ્ધા માટે ભૂખ્યા છે. એટલા માટે  ભગવાન સમક્ષ પૈસા ફેંકવાને બદલે તેને મંદિર માં દાન કરો અને ભૂખ્યા લોકોને ભોજન કરો.

ઘણા લોકો ને લાગે છે કે તેમના દ્વારા આપવામાં આવેલા પૈસા થી ભગવાન ખુશ છે. પણ શું તમને લાગે છે કે ભગવાનને લાંચ આપીને ભગવાન તમને ખુશ કરે છે. લોકો તેને ભગવાન સમક્ષ મૂકે છે કે જ્યારે તે થઈ જશે ત્યારે તેઓ આવી વસ્તુ આપશે.

ભગવાનને આપણાં અસ્તિત્વનો પુરાવો આપવાની જરૂર નથી. લોકોએ સમજવું જોઈએ કે આપણે ભગવાનને શું આપી શકીએ છીએ, જ્યારે તે પોતે જ આખા વિશ્વનો કરનાર છે. તેથી, ભગવાનની ઉપાસના કરતા અથવા તેને કંઇપણ અર્પણ કરતા પહેલાં, તેણે પોતાનું પદ, પૈસા  ઘમંડ છોડી દેવું જોઈએ અને સંપૂર્ણ ગરીબ બનવું જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer