જાણો અલગ અલગ મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન શિવની ઉપાસના કેવી રીતે કરવી જોઈએ…

શિવ પૂજા નો સૌથી પાવન દિવસ છે સોમવાર અને આ શિવ મંદિરો માં ભક્તો ની ભારે ભીડ જોવા મળે છે. બધા દેવોમાં શિવ જ એવા દેવ છે જે એમના ભક્તો ની ભક્તિ પૂજા થી ખુબ જલ્દી જ પ્રસન્ન થઇ જાય છે. શિવ ભોલે ને આદિ અને અનંત માનવામાં આવ્યા છે.

જે પૃથ્વી થી લઈને આકાશ અને પાણી થી લઈને અગ્નિ દરેક તત્વ માં વિરાજમાન છે. ભગવાન શિવ ની ઉપાસના પ્રસન્ન થઇ જાય તો ભક્તો ને માલામાલ કરી દે છે. આવો જાણીએ અલગ અલગ મનોકામના પૂરી કરવા માટે કઈ રીતે ભગવાન શિવ ની ઉપાસન કરવી જોઈએ.

શિવ દુર કરશે અકાળ મૃત્યુ નો ભય ભગવાન શિવના કૈલાશનાથ સ્વરૂપ ની પૂજા કરો. પૂજા સ્થળ પર એક નર્મદેશ્વર શિવલિંગ સ્થાપિત કરો. એક થાળી માં ફળ ફૂલ અને મીઠાઈ રાખીને અર્પિત કરો. શિવની પંચોપચાર પૂજા કરો. ॐ नमो भगवते रागरुद्राय स्वाहा મંત્ર જાપ કરો.

લીલા રંગના આસન પર બેસીને મંત્ર જાપ કરો. મોઢું ઉત્તર દિશા બાજુ રાખો અને ૧૭ માળા નો પ્રસાદ અર્પિત કરો. શિવ આરતી સ્તુતિ વંદન કરો. શિવ આપશે કર્જથી મુક્તિ- ભગવાન શિવ ના નંદી આરૂઢ ચિત્ર ની પૂજા કરો.

પૂજા સ્થળ પર એક સંગેમરમર ની શિવલિંગ સ્થાપિત કરો. એક થાળી માં ફળ ફૂલ અને મીઠાઈ રાખો. ભગવાન શિવની પંચોપચાર પૂજા કરો. ”ॐ नमो भगवते गंगरुद्राय स्वाहा” આ મંત્ર લાલ કંબલ ના આસન પર બેસીને જાપ કરો. મોઢું પૂર્વ દિશા બાજુ રાખો અને ૧૯ માળા નો જાપ કરો.

મંત્ર જાપ પછી શિવજી શિવજી ને માવા નો પ્રસાદ અર્પિત કરો. શિવ આરતી સ્તુતિ વંદન કરો. શિવજી આપશે વિદ્યા અને બુદ્ધી – ભગવાન શિવ ના યોગેશ્વર રૂપ ની પૂજા કરો. પૂજા સ્થળ પર એક માટી ની શિવલિંગ સ્થાપિત કરો. ભગવાન શિવ ની પંચોપચાર પૂજા કરો. – ॐ नमो भगवते व्याघ्ररुद्राय स्वाहा આ મંત્ર જાપ વાદળી રંગ ના કંબલ ના આસન પર બેસીને કરો.

મોઢું ઉત્તર દિશા ની બાજુ રાખો અને ૧૧ માળા નો મંત્ર જાપ કરો. મંત્ર જાપ પછી શિવજી ને બીલી પત્ર અને બીલી ફળ અર્પિત કરો. શિવની આરતી સ્તુતિ વંદન કરો. શિવ કૃપા થી થશે ભાગ્યોદય- એક સ્ફટિક શિવલિંગ સ્થાપિત કરો. એક થાળી માં ફળ ફૂલ અને મીઠાઈ અર્પિત કરો. ભગવાન શિવ ની પંચોપચાર પૂજા કરો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer