તમારી જાણકારી માટે કહી દઈએ કે ભારતમાં એવા કેટલાય મંદિરો છે જ્યા મહિલાઓએ જવાની મનાઇ છે. તે મંદિરોમાં મહિલા પ્રવેશીને પૂજા નથી કરી શકતી. હમણા તાજેતર માં જ શબરીમાલા મંદિર માં લાગેલી પ્રવેશબંધી સુપ્રિમકોર્ટે દુર કરી હતી. જણાવી દઈએ એ તે પહેલા શબરીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની સ્ત્રીઓને આ મંદિરમાં પ્રવેશ કરવાની મનાઇ હતી. પણ ભારતમાં અમુક એવા મંદિરો પણ છે જેમાં પુરૂષો પૂજા નથી કરી શકતા. આ મંદિરો મા ફક્ત સ્ત્રીઓજ પૂજા કરે છે. આજ અમે તમને આ આર્ટીકલમાં ભારતના અમુક એવા મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યા પુરૂષોને પ્રવેશવા પર મનાઇ છે.
૧.જણાવી દઈએ કે કેરલના કન્યાકુમારી નુ આ મંદિર ઘણું જ સુપ્રસિદ્ધ છે. અહિ દર વર્ષ લાખો ભક્તો આવીને દર્શનનો લાભ લે છે. આ મંદિર એ જગ્યા માનવામાં આવે છે જ્યા દેવી પાર્વતીએ ભગવાન શંકર ને પામવા માટે કઠોર તપસ્યા કરેલી. તેથી આ મંદિરમાં પુરૂષોને પ્રવેશ કરવાની મનાઇ છે.
૨.જણાવી દઈએ કે આ મંદિર મા
કેરળનો પ્રસિદ્ધ અટ્ટુલ પોંગલ નામનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે અને આ
તહેવારને લિધે જ કોઇપણ પુરૂષને જ મંદિરમાં પ્રવેશવાની મનાઇ છે.
૩. રાજસ્થાન ના પુષ્કરમાં બ્રહ્માજીની પત્ની દેવી સાવિત્રી નુ એક મંદિર છે. આ મંદિર રત્નાગિરી પર્વત પર આવેલુ છે. આ મંદિરમાં પણ પુરૂષોને પ્રવેશવાની મનાઇ છે. આ મંદિરમાં માત્ર મહિલાઓને જ પ્રવેશવાનો અધિકાર અપાયો છે. એવી માન્યતા છે બ્રહ્માજીએ પહેલેથી જ એક પત્ની હોવા છતાં બીજી વખત લગ્ન કરેલ જેથી નારાજ થઈને દેવી સાવિત્રીએ બ્રહ્માજીને ફક્ત પુષ્કરમાં જ તેમનુ મંદિર બનશે તેવો શ્રાપ આપેલો અને બાદમાં પોતે રત્નાગીરી પર્વત પર બિરાજમાન થઈ ગયેલ. તેથી આ મંદિર મા પુરૂષોનો પ્રવેશ વર્જિત છે.
૪. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે એક એવુ જ મંદિર આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ મા આવેલ છે જ્યા પુરૂષોને મંદિરમાં પ્રવેશવાની મનાઇ છે. આ મંદિર કામખ્યા દેવીનું છે. આ મંદિરના પરીસરમાં ફક્ત સ્ત્રીઓને જ પૂજા કરવાનો અધિકાર છે.