હિંદુ ધર્મમાં શ્રી કૃષણને આરાધ્ય દેવ માનવામાં આવે છે. આપણે બચપણથી લઈને અત્યારે સુધી કૃષ્ણની ઘણી બધી કથાઓ સાંભળી છે. જેમાં ભગવાન અલગ અલગ પ્રકારના ચમત્કાર બતાવે છે. જે આજે પણ મહેસુસ કરવામાં આવે છે. ભારતના દક્ષિણમાં ભગવાન જગન્નાથનું મંદિર છે.
જેના વિશે કહેવામાં આવે છે કે આમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનો વાસ છે. કારણ કે અહિયાં મૂર્તિમાં ભગવાનના દિલના ધબકારાને મહેસુસ કરવામાં આવે છે. આને લઈને પુરાણોમાં પણ ઉલ્લેખ મળે છે. કહેવાય છે કે દ્વાપર યુગના અંતમાં ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાને માનવીય અવતારનો ત્યાગ કરી દીધો હતો. અને શરીર છોડીને વૈકુંઠ સાથે પ્રસ્થાન કરી દીધું હતું. તેના પછી પાંડવો એ ભગવાનના શરીરના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. કહેવાય છે કે અંતિમ સંસ્કાર પછી ચિતાની અગ્નિ શાંત થતી ન હતી.
તો પાંડવો એ વિચાર્યું કે આ પાછળનું કારણ શું છે એ દરમિયાન પાંડવોને આકાશવાણી થઇ. અને કહેવાયું કે આ અગ્નિનું શરીર બનાવી પાણીમાં પ્રવાહિત કરી નાખો. પાંડવો એ બળતી રાખનું શરીર બનાવ્યું અને પાણીમાં પ્રવાહિત કરી દીધું કહેવામાં આવે છે. પછી એ શરીરને એક અંગ રૂપે લઇ લીધું પછી તે દક્ષિણ તરફ જતું રહ્યું, આ અંગ દક્ષિણના રાજા ઇન્દ્ર મનને મળી ગયું. જે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભક્ત હતા.
જયારે ત્યાંના રાજાને એની સાચી ખબર પડી ત્યારે તેણે એક મંદિરનું નિર્માણ કરાવી એને મંદિરમાં સ્થાપિત કરાવી દીધું. બતાવી દઈએ કે અહિયાં દર 12 વર્ષમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ બનાવવામાં આવે છે જે લાકડાની બનેલી હોય છે. જેને લટા કહેવામાં આવે છે આ લટાને મંદિરમાં સ્થાપીન કરવા દરમિયાન ઘણા લોકોએ તે મહેસુસ કર્યું છે જેમાં દિલ ધબકારા જેવો અવાજ આવે છે .