જાણો રામ રાવણના યુદ્ધમાં કોણે આપ્યો શ્રી રામને એમનો રથ

રામાયણ એક એવો મહાગ્રંથ છે જેના દરેક પ્રસંગ ને રામ ભક્ત જાણવા માટે તત્પર હોય છે. રામાયણ ઘણાં રામ ભક્તો એ લખી છે જેમાં સૌથી પહેલી રામાયણ સ્વયં હનુમાનજી એ લખી હતી. વાલ્મીકી જી ની રામાયણ બધા લોકો સુધી પહોંચે, આ ઉદેશ્યથી એમણે એમની લખેલી પર્વત પર રામાયણ ને સમુદ્ર માં ડુબાડી દીધી હતી. પછી કળીયુગમાં તુલસીદાસ જી ની રામાયણ અત્યંત પ્રસિદ્ધ થઇ. ઘણા કિસ્સા તો લગભગ બધાને ખબર જ છે, પરંતુ આ ગ્રંથ ની અમુક એવી વાતો પણ છે, જે ખુબ જ ઓછા લોકો જાણતા હશે. રામાયણ અલગ અલગ લોકો એ લખેલી છે, જો બધી જોઈ લીધી હોય તો પણ આ રહસ્ય ખુબ જ ઓછા લોકો ને જ ખબર હશે.તો ચાલો આજે જાણીએ એ રહસ્ય વિશે કે કોણે રામ ને યુદ્ધ માં એમનો રથ આપ્યો હતો.

યુદ્ધ માટે સ્વર્ગ ના રાજા ઇન્દ્ર એ આપ્યો હતો શ્રીરામ ને એમનો રથ

રાવણ અને ભગવાન શ્રીરામ ની સેના ની વચ્ચે ઘોર વચ્ચે ઘોર યુદ્ધ ચાલી રહ્યું હતું, રાવણ એમની રાજ્ય લંકાથી બધી સુવિધાઓ ની સાથે યુદ્ધ કરી રહ્યો હતો, તો ભગવાન શ્રીરામ ની સેના ને સમુદ્ર પાર કરીને એમની બધી સુવિધાઓ ની સાથે લડવું પડી રહ્યું હતું. તો પણ રામ ની સેના અસુરો પર ભારે પડી રહી હતી. ભગવાન શ્રી રામ ધરતી પર ઉભા થઈને યુદ્ધ કરી રહ્યા હતા અને રાવણ રથ પર ઉભો હતો.

આ દ્રશ્ય ભગવાન ઇન્દ્ર નું મન ઉદાસ અને વિચલિત થઇ ગયું. તે એમના દિવ્ય રથ ની સાથે શ્રી રામ ની પાસે પહોંચ્યા અને એને પ્રણામ કરવાની વિનંતી કરવા લાગ્યા કે તે પણ એનો રથ સ્વીકાર કરે. શ્રી રામ એ ઇન્દ્ર ને એ દિવ્ય રથ અને એના સારથી માતલી ને સ્વીકાર કરી રથ પર ચઢી ગયા. બંને રથોથી બંને મહાયોદ્ધાઓ ની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. યુદ્ધ ના અંતિમ ચરણ માં શ્રી રામ એ રાવણ ની નાભી માં અમૃત કળશ ને ફોડીને એને મુક્તિ પ્રદાન કરી એનો વિજય પૂરો કર્યો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer