મોટાભાગના લોકો વિચારતા હોય છે કે ભગવાન શિવ અને શંકર બંને એક જ છે. પરંતુ કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે કે બંને અલગ અલગ છે. ભગવાન શંકરની ઉત્પત્તિ પણ ભગવાન શિવ દ્વાર જ થઇ છે.
જ્યાં એક બાજુ શંકરની મૂર્તિની પૂજા કરવામાં આવે છે. અને બીજી બાજુ ભગવાન શિવ ને નિરાકાર માનવામાં આવે છે. શિવજી પ્રારંભ અને અંત છે. મહાદેવ શંકર: શંકર ત્રીદેવોમાં થી એક માનવામાં આવે છે,
ભગવાન શિવ દ્વારા જ ત્રીદેવની ઉત્પત્તિ થાય છે. શિવજી ની આજ્ઞા થી જ બ્રહ્મા જી એ સૃષ્ટિ ની રચના કરી હતી. શંકર જી નું કાર્ય સંહાર કરવાનું છે. તેને મહાદેવ પણ કહેવામાં આવે છે.
શિવજી:- ભગવાન શિવ નિરાકાર પરમાત્મા છે, શિવ નો કોઈ નિશ્ચિત વાસ નથી. શિવજી એ બ્રહ્મા ને સૃષ્ટિ ની રચના નું કાર્ય આપેલું હતું, તેમજ ભગવાન વિષ્ણુ ને શ્રુષ્ટિ નું પાલન પોષણ કરવાનું કાર્ય સોપેલું અને તેને પાલનકર્તા બનાવ્યા.
અને શંકર ને વિનાશનું કાર્ય સોપ્યું હતું. એવું માનવામાં આવે છે કે એ જ દિવસે શીજી પણ અવતરિત થયા હતા. આવી રીતે ભગવાન શિવે પૂરી સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે કરવી અને કેવી રીતે તેને ચલાવવી
તેમજ તેનો નાશ કરવા સુધીના કાર્ય આ ત્રણેય દેવને અલગ અલગ રીતે સોપી દીધા હતા. ભગવાન શિવ બધા દેવતાઓ માં સૌથી મહાન અને નિરાકાર છે. તેમનો કોઈ આકાર, રૂપ કે રંગ નથી તેઓ સર્વ શક્તિ માણ છે.