ભગવાન શિવના મસ્તક પર ચંદ્ર ધારણ કરવા પાછળ રહેલું છે આ રહસ્ય, જાણો તેની પાછળની કથા 

શિવનું રૂપ સૌથી અલગ છે, તેઓ ભસ્મ ધારણ કરે છે, લાંબી જટા છે, તેમાં ગંગાજી નો વાસ છે. નાગ થી સજેલા છે શિવજી. અને શિવજીની દરેક છબીઓ માં તેમની જટા પર અર્ધ ચંદ્રમાં જોવા મળે છે.

ત્રિપુરારી શંકર એ પોતાના મસ્તક પર શા માટે ચંદ્ર ધારણ કરેલ છે? ચાલો જાણીએ મહા યોગી શિવજીના આ શૃંગાર પાછળનું રહસ્ય. મહાયોગીના મનને રાખે છે શાંત : શિવ આ જગતના સૌથી મોટા યોગી, તપસ્વી અને તાંત્રિક છે.

દરેક દેવી દેવતાઓ માં ભગવાન શિવ જ એકમાત્ર એવા છે જે કૈલાસ પર્વત પર પોતાના ધ્યાન માં બેસી રહે છે. ધ્યાન અને સાધના કરનારા લોકો માટે મન શાંત રહેવું ખુબજ જરૂરી છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર મન ના કારક દેવતા ચંદ્ર દેવતા છે.

તેથી શિવજી પોતાના મન ને સાધનામાં એકાગ્ર રાખવા માટે ચંદ્ર માં ને ધારણ કરે છે. ચન્દ્રને ધારણ કરવાની પૌરાણિક કથા:   દક્ષ પ્રજાપતિએ પોતાની ૨૭ કન્યાઓ ના લગ્ન ચન્દ્ર સાથે કર્યા, ચંદ્ર ને ફક્ત રોહિણીના સોંદર્ય સાથે જ પ્રેમ હતો.

બાકી ની દરેક પુત્રીઓએ આ વાત જયારે દક્ષ ને જણાવી ત્યારે દક્ષએ ચંદ્ર ને ક્ષય થવાનો શ્રાપ આપ્યો હતો. ચંદ્ર નું શરીર દિવસે ને દિવસે ક્ષીણ થવા લાગ્યું. અને તેણે પોતાની રક્ષા માટે શિવ ની ઘોર તપસ્યા કરી.

શિવજી એ ચંદ્ર માં ને દર્શન આપ્યા અને પ્રસન્ન થઈને ચંદ્રમાં ને અમરત્વ નું વરદાન આપ્યું. અને તેને પોતાના મસ્તક પર સ્થાન આપ્યું. દક્ષની દરેક દક્ષની દરેક કન્યાઓ નક્ષત્ર બની ગઈ અને ચંદ્ર દરરોજ એક એક પાસે જવા લાગ્યો.

નીલકંઠને રાહત આપે છે ચંદ્ર : શિવજીના શીશ પર ચંદ્ર ને ધારણ કરવા પાછળ એક બીજું પણ રહસ્ય છે. જે દેવતાઓ અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન ની કથા ના માધ્યમ થી આવે છે.

આ સાગર મંથન માં જયારે હલાહલ ઝેર નીકળ્યું તો તેને મહાદેવે પોતાના કંઠમાં ધારણ કરી લીધું. શિવજી નું શરીર વિશ ના પ્રભાવથી અત્યધિક ગરમ થવા લાગ્યું. શિવજીના શરીર ને શીતળતા મળે એ કારણથી તેને ચંદ્ર ને ધારણ કરેલ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer