ભગવાનને ગલગોટાના ફૂલ ચડાવવાથી ફાયદો થાય કે નુકશાન જાણો અહી..

હિંદુ ધર્મમાં પૂજા પાઠ નું વિશેષ મહત્વ છે, તેમજ ભગવાનને પ્રસન્ન કરવા માટે અને તેની કૃપા તેમજ આશીર્વાદ મેળવવા માટે ફૂલ ખુબજ ઉપયોગી અને મહત્વપૂર્ણ હોય છે, તેમજ પુષ્પ શ્રદ્ધાનું પ્રતિક પણ માનવામાં આવે છે. પૂજા પાઠ માં તેનો ઉપયોગ કરવાથી ઈશ્વર સુધી આપણી વાત જલ્દી પહોચે છે. અને આપના જીવનની દરેક પરેશાનીઓ જલ્દી દુર થઇ જાય છે.

જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘણા પ્રકારના ફૂલ વિશે જણાવેલ છે જેનાથી વ્યક્તિ ઈશ્વરની કૃપા અને આશીર્વાદ આસાનીથી પ્રાપ્ત કરી શકે છે. તેમાં ગલગોટાનું ફૂલ ખુબજ ઉપયોગી અને લાભદાયી માનવામાં આવે છે, અને ભગવાનની પૂજામાં આ ફૂલ નું વિશેષ સ્થાન છે. તેમજ દરેક દેવી દેવતાઓની પૂજામાં મોટા ભાગે ગલગોટાના ફૂલનો જ ઉપયોગ કરવામાં આવે છે. તેમજ આપના ધર્મમાં એવું પણ માનવામાં આવે છે કે ભગવાનને ફૂલ અર્પણ કરવાથી જ તેમની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.

તેમજ પીળા રંગનું ગલગોટાનું ફૂલ ખુબજ ઉપયોગી માનવામાં આવે છે. તેને દરેક દેવી અને દેવતાઓની પૂજામાં ઉપયોગમાં લેવામાં આવે છે. અને તેના ઉપયોગથી જીવનમાં પણ ખુબજ લાભ પ્રાપ્ત થાય છે. તેમજ સોમવારે ભગવાન શિવજીને ગલગોટાનું ફૂલ અર્પણ કરવાથી વિશેષ રૂપથી તેની કૃપા આપના પર બની રહે છે અને આપણી પૂજા પણ સફળ થાય છે.

તેમજ ગલગોટાના ફૂલ ભગવાન પર અર્પણ કરવાથી જીવનની દરેક સમસ્યા અને પરેશાનીઓ નો અંત આવી જાય છે. અને જીવનમાં શુભ કાર્યોની શરૂઆત થઇ જાય છે. તેમજ આ પુષ્પ ભગવાન પર અર્પણ કરવાથી વ્યક્તિના જ્ઞાનમાં વૃદ્ધિ થઇ જાય છે. અને આવનારી સમસ્યાથી છુટકારો મળી જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer