કોઈપણ દેવી-દેવતાની પૂજાના અંતે ક્ષમા-યાચના કરવાનો નિયમ છે. આ બાબતે એવી માન્યતા છે કે પૂજામાં જાણતાં-અજાણતાં થયેલી ભૂલો માટે આપણે ભગવાન પાસે ક્ષમા માંગવી જોઈએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શ્માના જણાવ્યા પ્રમાણે શાસ્ત્રોમાં પ્રાર્થના, સ્નાન, ધ્યાન, ભોગના મંત્રોની જેમાં જ ક્ષમા યાચનાનો મંત્ર પણ જણાવ્યો છે. આપણે આ ધર્મ-કર્મની પરંપરા અને યોગ્ય વિધિથી પૂજા કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પરંતુ ક્યારેક જાણતાં-અજાણતાં આપણાથી કોઈને કોઈ ભૂલ જરૂર થઈ જાય છે. ક્ષમા યાચના આ ભૂલોને સુધારે છે, આપણે ભૂલો માટે ભગવાન પાસે ક્ષમા માંગીએ ત્યારે પૂજા પૂરી માનવામાં આવે છે.
પૂજામાં ક્ષમા યાચના માટે આ મંત્ર બોલો-
आवाहनं न जानामि न जानामि विसर्जनम्। पूजां चैव न
जानामि क्षमस्व परमेश्वर॥
मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन। यत्पूजितं मया देव! परिपूर्ण तदस्तु
मे॥
આ મંત્રનો સરળ અર્થ એ છે કે હે ભગવાન, હું તમને બોલાવવાનું નથી જાણતો, અને વિદાઈ કરવાનું પણ નથી જાણતો. પૂજા કરવાનું પણ નથી જાણતો. કૃપા કરો, મને ક્ષમા કરો. મને ન તો મંત્ર યાદ છે અને અને ન તો પૂજા ક્રિયા. હું ભક્તિ કરવાનું પણ જાણતો નથી. તેમ છતાં મારી સમજ પ્રમાણે પૂજા કરી રહ્યો છું, મહેરબાની કરીને પૂજામાં જાણતાં-અજાણતાં થયેલી ભૂલોને ક્ષમા કરી પૂજાને પૂર્ણ કરો.
પૂજામાં ક્ષમા માંગવાનો એક સંદેશ છે. ક્ષમા બોલવાની આ પરંપરાનો હેતુ એ છે કે ભગવાન તો દરેક જગ્યાએ છે, તેમને ન તો આમંત્રિત કરવાના હોય છે અને ન તો વિદાય કરવાના હોય છે. એ જરૂરી નથી કે પૂજા પૂરી રીતે શાસ્ત્રોમાં બતાવેલા નિયમો પ્રમાણે થઈ હોય. મંત્ર અને ક્રિયા બંનેમાં ચૂક થઈ શકે છે. એટલા માટે ભગવાનને ભક્ત કહે છે કે મારો અહંકાર દૂર કરો, કારણ કે હું તમારી શરણમાં છું. આ નિયમનું પાલન કરવાથી અહંકારની ભાવના સમાપ્ત થઈ જાય છે. આ પરંપરા એવું શીખવે છે કે આપણે ભૂલો થાય ત્યારે તરત જ ક્ષમા યાચના કરવી જોઈએ.