વિજયભાઈ રૂપાણીએ ગઈ કાલે સવારે સરદારધામ ના એક કાર્યક્રમમાં હાજરી આપીને ત્યારબાદ સીધા જ જઈને ટોચના નેતાઓની હાજરીમાં રાજીનામું આપ્યું હતું. આ સાથે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે કે હવે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હશે. અત્યારે ભાજપના તમામ કાર્યકરોમાં ભારે અફરાતફરી છે તેમ જ મોટા મોટા નેતાઓની મીટીંગ ચાલુ થઈ ગઈ છે.
તો ભાજપના હાઇકમાન્ડ દ્વારા તમામ ધારાસભ્યોને પોતાના તમામ કાર્યક્રમ રદ કરીને ગઈ કાલે ગાંધીનગર આવવાનો આદેશ અપાયો હતો. અહીં ધારાસભ્યોમાં પણ બેચેની જોવા મળી રહી છે. તમામ ધારાસભ્યોએ આજે ગાંધીનગર ખાતે હાજરી આપવાનો આદેશ કર્યો છે.
આજે પણ કમલમ ખાતે ભાજપના મોટા નેતાઓ જેવા કે ભૂપેન્દ્ર યાદવ અને બી એલ સંતોશ એ પણ ખાનગી રીતે બેઠક કરી હતી. તો મળી રહેલી માહિતી અનુસાર દીવ દમણ ના એડમીનિસ્ટેટર પ્રફુલ પટેલ , પાટીદાર સમાજ માં પકડ ધરાવતા પરષોત્તમ રૂપાલા , પ્રદિપસિંહ જાડેજા, જયેશ રાદડિયા જેવા નવા નામો ચર્ચામાં હતા.
અત્યારે પરષોત્તમ રૂપાલાએ કરેલા સંબોધનમાં ઘાટલોડિયાના ભૂપેન્દ્ર પટેલ ને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. લોકોને એવી આશા હતી કે બે નાયબ મુખ્ય મંત્રીઓ પણ રાખવામાં આવશે પરંતુ હાલ એવી કોઈ માહિતી મળી રહી નથી.
લોકોને જે નામની આશા ન હતી તેને જ નવા મુખ્યમંત્રી નિમવામાં આવ્યા છે અને ભાજપે તેની સરપ્રાઈઝની રીતે જાળવી રાખી છે. ભાજપ સરકારે પાટીદારોને રીઝવવા માટે ઉપેન્દ્ર પટેલ ને પોતાનો ચહેરો બનાવ્યો છે. હવે ટૂંક સમયમાં જ મંત્રી મંડળની જાહેરાત થશે.