વિજયભાઈ રૂપાણી એ મુક્યો હતો ભૂપેન્દ્ર પટેલ પાટીદાર નામનો પ્રસ્તાવ અને સાથે જ પાટીદાર મોટા નેતા નીતિન પટેલનું કપાયું પત્તુ

મિત્રો ગુજરાતના લાખો લોકોને આતુરતાનો અંત આવ્યો છે કારણકે વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે જાહેર કરેલા રાજીનામા બાદ તમામ લોકોમાં ઉત્સુકતા હતી કે નવા મુખ્યમંત્રી કોણ બનશે. ભાજપના કેન્દ્ર સરકારના ટોચના મહાનેતાઓ અને નરેન્દ્ર મોદીના ખાસ મનાતા લોકોની ટીમ પણ ગઇકાલથી ગુજરાતમાં આવી ગઈ હતી .

તમામ ધારાસભ્યો વચ્ચે ગાંધીનગરમાં ભુપેન્દ્રસિંહ પટેલને ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવાયો છે. તમામ ધારાસભ્યોની હાજરીમાં પરષોત્તમ રૂપાલાએ ગુજરાતનાં 17 માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ ના નામની જાહેરાત કરી છે.

અત્રે નોંધનીય છે કે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં કોરોના કાળ દરમિયાન ભુપેન્દ્ર પટેલનું યોગદાન અભૂતપૂર્વ રહ્યું હતું. તેઓ ભાજપ સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા છે. તો અમદાવાદ મહાનગરપાલિકાની પણ કમાન સભાડી ચૂક્યા છે.

લોકો નીતીનભાઇ પટેલ, સી આર પાટીલ , વજુભાઈ વાળા પરસોતમ રૂપાલા, પ્રદિપસિંહ જાડેજા, અને જયેશ રાદડિયા જેવા નામોની મુખ્યમંત્રી તરીકે આશા કરી રહ્યા હતા પરંતુ ભાજપે પોતાની રીત પ્રમાણે બધા લોકોને સરપ્રાઇઝ આપીને આનંદીબહેનના ગ્રુપ ના ભુપેન્દ્રસિંહ પટેલને ગુજરાતના મુખ્યમંત્રીની નીમ્યા છે.

આ પહેલા આનંદીબેન પટેલ અમદાવાદના ઘાટલોડિયામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આનંદીબેન પટેલની જગ્યા એ ભુપેન્દ્રસિંહ પટેલ ઘાટલોડિયામાં થી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તેમણે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં મહત્વની કામગીરી બજાવી હતી. ભાજપે પાટીદારોને રીઝવવા માટે મુખ્મંત્રી તરીકે ભૂપેન્દ્રસિંહ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

ઉપેન્દ્રસિંહ પટેલ ઔડા ના ચેરમેન પદે રહી ચૂક્યા છે. તેમણે 2017 માં પ્રથમ વખત જ ઘાટલોડિયામાં થી ધારાસભ્ય તરીકે ની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવ્યો હતો. ભુપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે તે ઉપરથી જાણવા મળ્યું છે કે આનંદીબહેન પટેલનું હજુ પણ ભાજપમાં ઘણું પ્રભુત્વ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer