હિમાચલ પ્રદેશના કુલ્લુંમાં સ્થિત બીજલી મહાદેવ

ભારત શિવાલયોનો દેશ છે. આ શિવાલયોમાં શિવલિંગ ના રૂપમાં મહાદેવની પૂજા કરવામાં આવે છે. વધારે શિવલિંગની સ્થાપના પાછળ કોઈ ને કોઈ કથા જરૂર જોડાયેલ હોય છે. આજે અમે જે શિવલિંગની વાત કરી રહ્યા છીએ એ શિવલિંગ પર દરેક બાર વરસે વીજળી પડે છે. આ કર્ણ થી જ આ શિવલિંગ બીજલી મહાદેવ ના રૂપમાં પૂજવામાં આવે છે.

ક્યાં આવેલ છે બીજલી મહાદેવનું મંદિર:

હિમાચલ પ્રદેશના કુલ્લુ ના ઉચા પહાડો પર સ્થિત છે બીજલી મહાદેવ નુ આ મંદિર તેની નજીક છે પાર્વતી અને વ્યાસ નદીનો સંગમ.

ઘાટીની પાછળ છે અનોખી માન્યતા:

માન્યતા છે કે આ ઘાટી વિશાળકાય સાપ ના રૂપમાં છે જેનો વધ સ્વયં મહાદેવ એ કર્યો હતો. દરેક વખતે બાર વર્ષમાં અહી શિવ આજ્ઞા થી ઇન્દ્ર વીજળી પડે છે. અને શિવલિંગ ખંડિત થઇ જાય છે. આ ખંડિત શિવલીંગને પંડિત માખણ થી જોડે છે અને આવી રીતે પૂજા ક્રમ ચાલુ રહે છે.

શું છે તેની પાછળનું પૌરાણિક રહસ્ય:

કુલ્લુ ની ઘાટીમાં પહેલા કુલાંત નામના દેત્ય રહેતા હતા તે ખુબજ માયાવી હતો. એક વાર તેણે વ્યાસ નદીના પાણી ને વહેતું અટકાવી દરેક જીવો ને મારવાનો પ્રયાસ કરેલો. મહાદેવને આ કૃત્ય બિલકુલ પસંદના આવ્યું. તેઓ જીવ જંતુઓના કલ્યાણ માટે કુલાંત નો અંત કરવા નું નક્કી કર્યું. શિવજી એ માયા રચી અને કુલંત પાસે પહોચ્યા અને તેને એવો આભાસ કરાવ્યો કે તેની પૂછડી બળી રહી છે. જેવું કુલાંતે પાછળ ફરી ને જોયું શિવજીએ પોતાના ત્રિશુલ થી તેના માથા પર વાર કર્યો. કુલંત મારી ગયો પરંતુ તેનું વિશાલ કાય શરીર એક પહાડ બની ગયું જે આજે કુલ્લુ ઘાટી ના નામથી ઓળખાય છે.

શા માટે અને કોણ પડે છે અહી વીજળી :

કુલંત રાક્ષસના સંહાર પછી શિવજીએ ઇન્દ્ર ને કહ્યું કે તેઓ દર બાર વરસે આ જગ્યા પર વીજળી પાડે ત્યારથી દર બાર વરસે આહી આ જગ્યા પર વીજળી પડતી રહે છે. વીજળીના જાત્કાથી શિવલિંગ પણ તૂટી જાય છે જેને મંદિરના પુજારી માખણ લગાવી ફરીથી જોડી દે છે. અને સમય જતા એ ફરીથી પોતાના મૂળ રૂપ જેવી થઇ જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer