ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હકાલપટ્ટી બાદ અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ નીતિન પટેલ ગાંધીનગરમાં કોઇ કામ ન કરતા હોવાનું કહીને “નકામા ” કહીને સૌને ચોંકાવી દીધા છે.
નીતિન પટેલની ફેસબુક પરની એક પોસ્ટમાં અમરેલીના “સાંસદ નારણ કાછડિયા” એ કૉમેન્ટ મારી કે ગાંધીનગર આવીએ ત્યારે સામે પણ જોતા નહિ, કામની તો પછી વાત રહી , અત્યારે ખબર પડી.
આ મામલે સાંસદ નારણ કાછડિયાને કોલ કરતા સાંજે વાત કરવાનું કહી ફોન કટ કરી નાખ્યો હતો. મુખ્યમંત્રી નીતિન પટેલે પક્ષમાં ” વિભીષણ અને મંથરા” એવાં નિવેદન જારી કર્યા હતા.
એનો સોશિયલ મીડિયામાં જવાબ આપતાં નારણ કાછડિયાએ નીતિનભાઇને એમ કહીને કટાક્ષ કરી કે ગાંધીનગર અમે આવતા હતા ત્યારે સામે પણ જોતા ન હતા, હવે પાર્ટીમાં વિભીષણ અને મંથરાની વાતો કરી રહ્યા છે.
ભાજપના સાસંદે આમ કહી ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કર્યો હતો. ભાજપના સાંસદનું નીતિન પટેલ ઉપર ભડાશ કાઢવા નું મુખ્ય કારણ એ હતું કે કોરોના દરમિયાન સાંસદે તબીબની બદલી કરાવવા માટે ગાંધીનગર સુધી ભલામણ કરી હતી
પરંતુ અંતે તબીબી બદલી કરાઇ ન હતી જેને કારણે સાંસદ અને નીતિન પટેલ વચ્ચે તણખા ઝર્યા હતા. ત્યારે આવા સમયગાળામાં સોશિયલ મીડિયા માં નીતિન પટેલની મંત્રી મંડળ માંથી હકાલપટ્ટી બાદ અમરેલીના સાંસદ એ આવી કોમેન્ટ કરતા રાજકારણ ગરમાયું છે.