બોલિવૂડના આ સેલેબ્સે પોતાના લગ્નમાં પાણી જેમ પૈસા વાપર્યા.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા. એમના લગ્નનું ડેસ્ટિનેશન હતું બોરગો, ફીનોસિયેતો, ઇટાલી, અને લગ્ન નો ખર્ચ હતો 90 કરોડ. હવે અન્ય એક કપલ પણ આવો જ રેકોર્ડ સર્જવા જઇ રહ્યું છે. આ કપલે લગ્ન માટે રાજસ્થાનમાં સિક્સ સેન્સ ફોર્ટ હોટેલ બુક કરી છે. જ્યાં લક્ઝરી સૂટનું એક રાતનું ભાડું આશરે 7 લાખ રૂપિયા છે.
વિકી કૌશલ અને કેટરીના કેફ 9 ડિસેમ્બરના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલે રાજસ્થાનમાં સિક્સ સેન્સ ફોર્ટ હોટલ બુક કરાવી છે. એ સિવાય વીઆઇપી ગેસ્ટ માટે રણથંભોર માં બીજી 45 હોટલ બુક કરાવી છે. લગ્નમાં માત્ર માટે 15 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.
જોકે આ પહેલી વખત નથી કે કોઈ સેલેબ્સે પોતાના લગ્નની વૈભવી બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ કર્યા હોય. તો આજે જાણો બૉલીવુડ ના બીજા વૈભવી લગ્ન વિશે.
પ્રિયંકા ચોપરા નિક જોનસ : બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ 2018 ની સાલ માં ઇન્ટરનેશનલ પૉપસ્ટાર નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નને વૈભવી બનાવવા માટે કપલે જોધપુર નો ઉમેદ ભવન પેલેસ બુક કરાવ્યો હતો.
મારા લગ્નમાં સામેલ થયેલા વીઆઇપી ગેસ્ટ ને પેલેસમાં જ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને લગ્નનું ફંકશન પાંચ દિવસ સુધી ચાલ્યું હતું. જેમાં આશરે 3.5 ખર્ચ થયો હતો. આ ઉપરાંત કપલે અન્ય વ્યવસ્થા અને અન્ય ફંકશનમાં 105 કરોડ રૂપિયા નો ખર્ચ કર્યો હતો. બંનેએ ક્રિશ્ચિયન અને હિન્દુ એમ બંને વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા.
દીપિકા પાદુકોણ- રણવિર સિંહ.: બોલીવૂડના સૌથી લોકપ્રિય કપલે 14 નવેમ્બર 2018 ના રોજ લગ્ન કર્યા હતા. હા લગ્નની ખાસ બનાવવા માટે આ કપલે વિલા ડેલ બાલબિયાનો માં લગ્ન કર્યા હતા. જે ઇટાલી નું ત્રીજું સૌથી મોટું લેક છે. જે વિલામાં મહેમાનો રોકાયા હતા ત્યાં એક રાતનું ભાડું 24 લાખ 75 હજાર રૂપિયા હતું. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે આ કપલે માત્ર લગ્નમાં 94 ખર્ચ કર્યો હતો.
શિલ્પા શેટ્ટી – રાજ કુન્દ્રા.: શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ના લગ્નની ચર્ચા આજે પણ થતી હોય છે. આ કપલે 22 નવેમ્બર 2009ના રોજ ખંડાલા ના એક રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ઘણા લક્ઝરી રહ્યા હતા. જેને ખાસ બનાવવામાં કોઈપણ પ્રકારની કસર રાખવામાં આવી નહોતી. એટરી તરુણ તહલિયા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ લાલ લહેન્ગો પહેર્યો હતો. જેમાં 8 હજાર ના સ્વરોસ્કી ક્રિસ્ટલ અને 3 કરોડ ના કુંદન જડેલા હતા. એના લહેંગા ની કિંમત આશરે 50 લાખ રૂપિયા હતી.
અસીન – રાહુલ શર્મા: Micromax ના CEO રાહુલ શર્મા સાથે વર્ષ 2019 માં ગજની એક્ટ્રેસ અસીને લગ્ન કર્યા હતા. આ કપલે દિલ્હીમાં લગ્ન કર્યા હતા જે ઇન્ડસ્ટ્રીના સૌથી મોંઘા લગ્ન માં ના એક હતા. જેમાં રાહુલે અસિનને એક-બે નહીં પરંતુ 5 કરોડ ની વીંટી પહેરાવી હતી. રિપોર્ટ પ્રમાણે કપલે લગ્ન માં 50 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
એશ્વર્યા રાય – બચ્ચન : બોલિવૂડ ડિવા એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને વર્ષ 2007માં લગ્ન કર્યા હતા. આ લગ્ન અભિષેક બચ્ચનના ઘરમાં પ્રતીક્ષામાં થયા હતા, જ્યાં ઇન્ડસ્ટ્રી ના લોકોએ હાજરી આપી હતી. જેમાં એક્ટ્રેસે 75 લાખ રૂપિયાનું ગોલ્ડ એમ્બ્રોઇડરી અને સ્વરોવસકી ક્રિસ્ટલવાળી સાડી પહેરી હતી. જેને પોપ્યુલર ડિઝાઈનર નીતા લુલ્લા ડિઝાઇન કરી હતી.