ચંદ્રગ્રહણ પુનમ ના દિવસે જ થાય છે. ચંદ્રગ્રહણના દિવસે દેવી-દેવતાઓ નાં દર્શન કરવાને અશુભ માનવામાં આવે છે. આ દિવસે મંદિરો માં દ્વાર બંધ કરી દેવામાં આવે છે અને કોઇપણ પ્રકારની પૂજા પણ કરવામાં નથી આવતી. ભારતમાં ચંદ્રગ્રહણ ને લઈને ઘણી ધારણાઓ પ્રવર્તે છે પણ વિજ્ઞાન અનુસાર ગ્રહણ એ એક ખગોળીય ઘટના છે. ચાલો જાણે શુ હોય છે ચંદ્રગ્રહણ અને તે કેવી રીતે થાય છે!
માન્યતાઃ પૌરાણિક કથાઓ અનુસાર સમુદ્રમંથન વખતે જ્યારે દેવો અને દાનવો વચ્ચે અમૃતપાન ને લઈને ઝગડો થયેલો તો તેને સુલજાવવા માટે મોહિનીએકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુએ મોહીની નુ રૂપ ધારણ કર્યુ અને ભગવાન વિષ્ણુએ દેવતાઓ અને અસુરો ને અલગ અલગ બેસાડી દિધા.
ખગોળશાસ્ત્ર પ્રમાણે ચંદ્રગ્રહણઃ ખગોળવિજ્ઞાન અનુસાર જ્યારે પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય ની વચ્ચે આવી જાય છે તો ચંદ્ર ગ્રહણ થાય છે. જ્યારે સુર્ય અને ચંદ્ર ના વચ્ચે પૃથ્વી એ રીતે આવી જાય છે કે જેથી ચંદ્ર નો પુરો અથવા આંશિક ભાગ પૃથ્વીના પડછાયામાં ઢંકાય જાય છે અને સુર્યની કિરણો ચંદ્ર સુધી નથી પહોચતા. આ સ્થિતિમાં ચંદ્રગ્રહણ થયુ કહેવાય છે. સ્કંદપૂરાણ ના અવંતિખંડ અનુસાર ઉજ્જૈન રાહુ કેતુ ની જન્મભૂમિ છે. સુર્ય અને ચંદ્ર ને ગ્રહણ નો દંશ આપના આ બન્ને છાયા ગ્રહો ઉજજૈન માં જ જન્મ્યા હતા.
પણ એક અસુર કપટ થી દેવતાની લાઇન મા આવીને બેસી ગયો અને અમૃતપાન કરી લિધુ. દેવોની લાઇન માં બેસેલા ચંદ્ર અને સૂર્ય એ રાહુ ને આમ કરતા જોઇ લીધો. આ વાત ની જાણકારી તેમણે ભગવાન વિષ્ણુને આપી, જેથી ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર થી રાહુનુ ધડ ગરદન થી અલગ કરી નાખ્યુ. પણ રાહુએ અમૃતપાન કર્યુ હોવાથી તેનુ મૃત્યુ ના થયુ અને તેનો માથાનો ભાગ રાહુ અને ધડનો ભાગ કેતુ ના નામ થી ઓળખવમા આવ્યો. આ કારણથી રાહુ અને કેતુ સુર્ય અને ચંદ્રને પોતાના શત્રુ માને છે અને પૂનમ ના દિવસે ચંદ્ર પર ગ્રાસ લગાવે છે જેથી ચંદ્રગ્રહણ થાય છે.
અવંતિખંડની કથાઃ તેના અનુસાર સમુદ્રમંથન માથી નિકળેલા અમૃત નુ વિતરણ મહાકાલ વન માં થયુ હતુ. ભગવાન વિષ્ણુએ અહિ જ મોહિની સ્વરૂપ ધારણ કરીને દેવતાઓને અમૃતપાન કરાવ્યુ હતુ તે દરમિયાન એક રાક્ષસે દેવતાનુ રૂપ ધારણ કરીને અમૃતપાન કરી લિધુ હતુ. ત્યારે ભગવાન વિષ્ણુએ તેનુ માથું ધડથી અલગ કરી દિધુ હતુ. અમૃતપાન કરવાને કારણે શરીર બે ભાગમાં જીવીત રહ્યુ હતુ અને તે બંને ભાગો રાહુ અને કેતુ ના નામથી ઓળખાવા લાગ્યા.
રાહુ અને કેતુ ને જ્યોતિષમા છાયાગ્રહ તરીકે ઓળખવામાં આવ્યા છે. આ બન્ને ગ્રહો એક જ રાક્ષસ ના શરીર માંથી જન્મ્યા છે. રાક્ષસ ના માથાનો ભાગ રાહુ અને ધડવાળો ભાગ કેતુ કહેવાય છે. કેટલાક જ્યોતિષો તેને રહસ્યવાદિ ગ્રહો માને છે. જો કોઇની કુંડલીમાં રાહુ-કેતુ ખોટા સ્થાને હોય તો તેના જીવન મા અનેક સમસ્યાઓ ઉદભવે છે. તે એટલા પ્રભાવશાળી છે કે સુર્ય અને ચંદ્રનુ ગ્રહણ પણ તેના લીધે જ ઉદભવે છે.