મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકાએક રાજભવન પહોંચીને રાજીનામુ આપી દેતાં ગુજરાતમાં રાજકારણમાં એક પ્રકારે રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ત્યારે વિજય રૂપાણી બાદ ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને અનેક ચર્ચાઓ ચાલી હતી.
જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા થી માંડીને નિતિન પટેલ સહિતના મુખ્ય નામો ચર્ચામાં હતા. ત્યારે ગુજરાતની રાજકીય સ્થિતિનો લાભ બુકીઓએ પુરે પુરો લીધો હતો. જેમાં શનિવારે સાંજે કૌન બનેગા મુખ્યમંત્રી પર સટ્ટો રમાયો હતો
અને છેલ્લાં 22 કલાકના સમયગાળામાં સમગ્ર ગુજરાતમાં સટ્ટોડીયાઆએ રૂપિયા 600 કરોડનો સટ્ટો રમ્યા હતા. જો કે છેલ્લી ઘડીએ ઘાટલોડીયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલનું નામ જાહેર થતા સટ્ટોડીયાઓએ તમામ નાણા ગુમાવી દેતાં બુકીઓ માલામાલ થઇ ગયા હતા.
શનિવારે રૂપાણીના મુખ્યમંત્રીના રાજીનામા બાદ ઉત્તર ગુજરાતના બુકીઓઅ કૌન બનેગા મુખ્યમંત્રી પર સટ્ટો ખાલ્યો હતો. જેમાં કેેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલા, નિતિન પટેલ, પ્રફુલ પટેલના નામોના ખુલ્યા હોવાથી સટ્ટોડિયાઓની સૌ પ્રથમ પસંદગી મનસુખ માંડવિયા રહ્યા હતા. જેમાં 30 પૈસાનો ભાવ મનસુખ માંડવિયાનો ખુલ્યો હતો.
જ્યારે પરષોતમ રૂપાલા માટે 20 પૈસા અને નિતિન પટેલ માટે તો 18 પૈસા ભાવ હતો. જેમાં માત્ર 22 કલાકમાં જ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને સુરતમાંથી સટ્ટોડિયાઓએ રૂપિયા 600 કરોડનો દાવ લગાવી લીધો હતો. જેમાં સૌથી વધુ 400 કરોડનો સટ્ટો સૌરાષ્ટ્રમાંથી રમાયો હતો. રવિવારે બપોરે બે વાગે બુકીઓએ ભાવ લેવાનું બંધ કરી દીધું હતું.
જો કે છેલ્લી ઘડીએ ઘાટલોડીયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને ગુજરાતની ગાદી સોંપતા તમામ સટ્ટોડીયાઓએ રૂપિયા 600 કરોડની માતબર રકમ ગુમાવી દીધી હતી. ગુજરાતના મુખ્યમંત્રી પર આ વખતે સૌ પ્રથમવાર સટ્ટો રમાયો હતો. જો કે છેલ્લી ઘડીએ સરપ્રાઇઝ આપવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપધ્ધતિએ સટ્ટોડિયાઓને રડાવ્યા હતા. તો બુકીઓ માલામાલ થઈ ગયા હતા