ગુજરાત રાજ્યમાં કોરોના-ઓમિક્રોનની વધતી મહામારીને પગલે વાઈબ્રન્ટ સમિટ મોકૂફ તેમજ ધીરે-ધીરે તમામ સરકારી કાર્યક્રમો રદ કરાઇ રહ્યા છે. ત્યારે આવતીકાલે 7મી જાન્યુઆરીએ રાત્રિ કર્ફ્યુ સહિતની કોરોનાની ગાઈડલાઈન્સની સમયમર્યાદા પૂરી થવા જઈ રહી છે.
ત્યારે સરકાર આજે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી શકશે. સંક્રમણની ગંભીરતાને લઈને SOPમાં રાત્રિ કર્ફ્યુ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી થઈ શકે છે, એટલે કે લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પ્લેક્સ વગેરે માત્ર 9 વાગ્યા સુધી જ ખુલ્લાં રાખવાની મંજૂરી આપી શકાશે.
હાલમાં રાત્રિ કર્ફ્યુ રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધીનો છે. નવા વર્ષની શરૂઆતથી રાજ્યમાં કોરોનાના કેસની સ્પીડ એકાએક વધી રહી છે. તેમાં પણ અમદાવાદ તેમજ સુરતમાં સંક્રમણનું પ્રમાણ ખૂબ જ વધુ છે. બીજી તરફ, આજે સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુ સહિતની કોરોનાની નવી ગાઈડલાઈન્સ જાહેર કરાંશે.
એમાં રાત્રિ કર્ફ્યુમાં 2થી 3 કલાક સુધીનો વધારો તેમજ વેપાર-ધંધામાં પણ કેટલાક નવા નિયમો લાગુ થશે. હાલમાં રાત્રે 11 વાગ્યા સુધી વેપાર-ધંધા ચાલુ રાખી શકાય છે, જેમાં ફેરફાર કરીને આવતીકાલથી રાત્રે 9 વાગ્યા સુધી જ ચાલુ રહેશે, એવી SOP બની શકે છે,