જાણો દંતેવાડાના દંતેશ્વરી મંદિર વિશે, અહીં ૬ ભુજાઓ વાળી છે માતા ની મૂર્તિ

આપણે ઘણા એવા મંદિર ના ચમત્કાર વિશે જાણતા હોઈએ છીએ. જેમાં ઘણી મનોકામના પૂર્ણ પણ થતી હોય છે. આજે અમે તમને એક એવા જ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મંદિર ને 52 મું શક્તિપીઠ માનવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ આ મંદિર ના રહસ્ય વિશે કે આ મંદિર નું નામ કેવી રીતે પડ્યું..

મિત્રો, સામાન્ય રીતે તો દેવી પુરાણ માં ૫૧ શક્તિપીઠ વિશે જ કહેવામાં આવ્યું છે, પરતું અમુક સ્થાનીય માન્યતા ઓ અલગ કહાની જણાવે છે. છતીસગઢ ના દંતેવાડા ના દંતેશ્વરી માતા ના મંદિર ને 52 માં શક્તિપીઠ પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે અહી દેવી સતી નો દાંત પડી ગયો હતો. એના પરથી જ આ જગ્યા નું નામ દંતેવાડા પડ્યું છે. આ મંદિર ને લઈને ઘણા પ્રકાર ની કહાની ઓ અને બીજું ઘણું બધું અહી પ્રસિદ્ધ છે. છતીસગઢ ના બસ્તર માં આવેલું છે દેવી માતા નું આ પ્રાચીન મંદિર.

મંદિર નું નિર્માણ ૧૪ મી સદી માં ચાલુક્ય રાજાઓ એ દક્ષિણ ભારતીય વાસ્તુકલા થી બનાવ્યું હતું. અહી દેવી ની ષષ્ટભુજી કાળા રંગ ની મૂર્તિ સ્થાપિત છે. છ ભુજાઓ માં દેવી ના જમણા હાથ માં શંખ, ખડગ, ત્રિશુલ અને ડાબા હાથ માં ઘંટડી, પદ્ધ અને રાક્ષસ ના વાળ ધારણ કરેલા છે. મંદિર માં દેવી ના ચરણ ચિન્હ પણ ત્યાં આવેલા છે.

આવી રીતે થઇ હતી મંદિર ની સ્થાપના : પૌરાણિક કથાઓ અનુસાર, કાકતીય વંશ ના રાજા અન્ન્મ દેવ અને બસ્તર રાજ પરિવાર ની આ કુલ દેવી છે. કહેવામાં આવે છે કે જયારે અન્ન્મ દેવ નામ ના રાજા દેવી ના દર્શન કરવા અહી આવ્યા ત્યારે દેવી દંતેશ્વરી એ એને દર્શન આપીને વરદાન આપ્યું હતું કે જ્યાં સુધી તે જશે, ત્યાં સુધી દેવી એની સાથે ચાલશે અને એનું રાજ્ય થશે. સાથે જ દેવી એ રાજા સાથે પાછળ ફરીને ન જોવા ની શરત રાખી.

રાજા ઘણા દિવસો સુધી બસ્તર ક્ષેત્ર માં ચાલતા રહ્યા અને દેવી માતા એની પાછળ ચાલતા રહ્યા. જયારે શંકની ડંકની નદી ની પાસે પહોચ્યા તો નદી પસાર કરતા સમયે રાજા ને દેવી માતા ના પાયલ નો અવાજ સંભળાતો બંધ થઇ ગયો, ત્યારે રાજા એ પાછળ ફરીને જોયું અને દેવી માતા ત્યાં જ ઉભા રહી ગયા. એ પછી રાજાએ ત્યાં મંદિર નિર્માણ કરી ને નિયમિત પૂજા આરાધના કરવા લાગ્યા.મંદિર ના પ્રવેશ દ્વાર ની સામે એક ગરુડ સ્તંભ છે. જેને શ્રદ્ધાળુ પીઠ ની બાજુ થી બાથ માં ભરવા ની કોશિશ કરે છે. માન્યતા છે કે જેની બાથ માં સ્તંભ સમાઈ જાય છે, એની દરેક મનોકામના જરૂર પૂરી થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer