ગુજરાત માં દારૂ પર ઓનપેપર પ્રતિબંધ છે, પરંતુ ઘણી વખત એવું બને છે કે લોકો દારૂના નશામાં બેફામ બનતા જોયા હશે. એવામાં ગુજરાતમાં અમદાવાદની પાસે મોતીપુરા ગામ આવેલું છે, આ ગામના ઘણા લોકો દારૂની ખરાબમાં ખરાબ લત લાગેલી છે. લોકોને દારૂની લત છોડાવવા માટે અહીં એક અનોખું અભિયાન ચાલુ કરાયું છે.
આ ગામના મોટા ભાગના લોકો મજૂરી કરીને પોતાનું જીવન પ્રસાર કરતા હોય છે, પરંતુ દારૂની લત ભલભલા પરિવારોને ભાંગી નાંખે છે. અહીં પણ એવા અનેક ઉદાહરણ છે, જેમાં દારૂની લતના કારણે પૈસા અને પરિવાર બન્ને બરબાદ થયા છે.
ફરી લોકો સાથે આવી સ્થિતિ ઉદ્દભવે નહીં તેના માટે અહીં અનોખું અભિયાન ચાલુ કરાયું છે. અહીં દારૂ પીનાર વ્યક્તિ પર દંડ અને સજાના ભાગરૂપે આખી રાત પિંજરામાં કેદ રહેવું પડે છે. રાતભર પાંજરામાં કેદ થવાના કારણે જે તે શખસ શરમના કારણે બીજી વાર ભૂલ કરતો નથી અને દારૂ પીવાથી ડરે છે.
મજાની વાત એ છે કે પાંજરામાં માત્ર જે તે વ્યક્તિને એક બોટલ જ પાણી પીવા મળે છે. આ પ્રયોગનું પરિણામ પણ મળ્યું છે, હવે અમદાવાદ, અમરેલી, રાજકોટ, કચ્છ જેવા ઘણા જિલ્લાના ગામોમાં આ પ્રયોગ અપનાવવાનું શરૂ કર્યું છે.
આ ગામના સરપંચ બાબૂ નાયકે જણાવ્યું હતું કે આ પ્રયોગ અન્ય ગામના લોકોને પસંદ આવ્યો છે. તેમણે પણ પોતાના ગામડામાં આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. અત્યાર સુધી 24 ગામડાઓમાં આ પ્રકારનો પ્રયોગ શરૂ કરી નખાયો છે.
આ પ્રયોગની સફળતા પાછળ ગામની મહિલાઓનું વિશેષ અને મોટું યોગદાન છે. મહિલાઓ જ દારૂ પીનાર ગામના જે તે શખસ વિશે જાણકારી આપે છે અને માહિતી આપનાર મહિલાની ઓળખ પણ ગુપ્ત રખાય આવે છે.