ભગવાન દત્તાત્રેયે બનાવ્યા હતા ૨૪ ગુરુ, જાણો તેની પાછળનું કારણ

ભગવાન દત્તાત્રેયએ ૨૪ ગુરુ બનાવ્યા હતા તે કહેતા કે જે કોઈથી જેટલું સીખવા મળે એટલું અવશ્ય શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેના ૨૪ ગુરુઓમાં કબુતર, પૃથ્વી, સૂર્ય, પિંગલા, વાયુ, મૃગ, સમુદ્ર, પતંગીયું, હાથી, આકાશ, પાણી, મધમાખી, માછલી, બાળક, કુરર પક્ષી, અગ્નિ, ચંદ્રમાં, કુંવારી કન્યા, સાપ, તીર બનાવા વાળો, કરોળિયો, ભૃંગી, અજગર, અને ભમરો છે.     

ભગવાન દત્તાત્રેય ના ૨૪ ગુરુ અને તેની પાસેથી મળેલી શીખ:

પૃથ્વી- પૃથ્વીથી આપણે સહનશીલતા અને પરોપકારની ભાવના શીખીએ છીએ. ઘણા લોકો પૃથ્વી પર આઘાત કરે છે. ઉત્પાત તેમજ ખનન કાર્ય કરે છે. પણ પૃથ્વી માતા બધા આઘાતને પરોપકારની ભાવનાથી સહન કરે છે.

સૂર્ય- ભગવાન દત્તાત્રેયએ સૂર્યથી શીખ્યું કે જેવી રીતે સૂર્ય એક હોવા છતા અલગ અલગ માધ્યમો થી સૂર્ય અલગ અલગ દેખાય છે, તેવી જ રીતે આત્મા પણ એક જ છે, પણ તે ઘણા રૂપોમાં સૌ ને દેખાય છે.  

પિંગળા- દત્તાત્રેયજી એ પિંગલા નામની એક વેશ્યા થી એ શીખ લીધી કે આપણે ફક્ત પૈસા માટે ના જીવવું જોઈએ, જયારે તે વેશ્યા ધનની લાલસાથી સુઈ શકતી ના હતી, ત્યારે એક દિવસ તેના મનમાં વૈરાગ્ય જાગ્યું અને તેને સમજાઈ ગયું કે સાચું સુખ પૈસામાં નહિ પણ પરમાત્માના ધ્યાનમાં છે ત્યારે તેને સુખની ઉંઘ આવી.

કબુતર- દત્ત ભગવાને એ પણ જાણ્યું કે જયારે કબુતરનું જોડું જાળમાં ફસાયયેલા પોતાના બાળકોને જોઈને પોતે પણ જાળમાં ફસાઈ જાય છે, તો તેનાથી એ શીખ મળે છે કે કોઈનું વધુ પડતું સ્નેહ દુઃખનું કારણ બને છે.  

વાયુ- ભગવાન દત્તાત્રેય અનુસાર જેવી રીતે કોઈ પણ સારી કે ખરાબ જગ્યા પર ગયા પછી વાયુનું મૂળ સ્વરૂપ સ્વચ્છતા જ છે, તેવી જ રીતે આપણે સારા કે ખરાબ લોકો સાથે રહીએ તો પણ આપણી સારી આદતોને ક્યારે પણના છોડવી જોઈએ. 

મૃગ- મૃગ પોતાની મોજ મસ્તી, ઉછળ કુદમાં એટલો વધુ ખોવાય જાય છે કે તેને આસપાસ કોઈ હિંસક જાનવર હોવાનો આભાસ નથી થતો અને તેને મારવામાં આવે છે. તેનાથી જીવનમાં એ શીખવા મળે છે કે આપણે ક્યારેય મોજ મસ્તીમાં વધુ લાપરવાહના થવું જોઈએ.  

સમુદ્ર- જેવી રીતે સમુદ્રના પાણીની લહેરો હમેશા ગતિશીલ રહે છે, તેવી રીતે જ જીવનના ઉતાર-ચઢાવમાં આપણે હમેશા ખુશ અને ગતિશીલ રહેવું જોઈએ.  

પતંગીયું- જેવી રીતે પતંગીયું આગની તરફ આકર્ષિત થઇને બળી જાય છે, તેવી જ રીતે રંગ-રૂપના આકર્ષણ અને ખોટા મોહજાળમાં આપણે ફસાવુંના જોઈએ.  

હાથી- જેવી રીતે કોઈ હાથી હાથીની ના સંપર્ક માં આવી અસક્ત થઇ જાય છે, એટલે હાથીથી શીખવામાં આવે છે કે તપસ્વી પુરુષ અને સન્યાસીને સ્ત્રીથી ખુબજ દુર રહેવું જોઈએ.

આકાશ- ભગવાન દત્તાત્રેયએ આકાશથી શીખ્યું છે કે બધી પરિસ્થિતિ તેમજ કાળમાં લગાવ થી દુર રહેવું જોઈએ. 

પાણી- ભગવાન દત્તાત્રેએ પાણી થી શીખ્યું કે આપણે સદેવ પવિત્ર રહેવું જોઈએ.

મધમાખી- જયારે મધમાખીઓ મધ ભેગું કરે છે અને એક દિવસ પૂડા માંથી મધ નીકળવા વાળો આવીને બધું મધ લઇ જાય છે, તો આપણે આવાતથી એ શીખવું જોઈએ કે જરૂરતથી વધારે વસ્તુને એકત્ર કરીને ના રાખવું જોઈએ.  

માછલી- જેવી રીતે માછલી કોઈ કાટામાં ફસાયેલા માસના ટુકડાને ખાવા માટે જાય છે અને પોતાના પ્રાણ છોડી દે છે, તેવી જ રીતે આપણે સ્વાદને એટલું મહત્વ ના આપવું જોઈએ. આપણે એવું જ ભોજન કરવું જોઈએ, જે સ્વાસ્થ્યની દ્રષ્ટીએ સારું હોય.  

કુરર પક્ષી- જેવી રીતે કુરર પક્ષી માસના ટુકડાને પોતાની ચાંચમાં દબાવી રાખે છે અને જયારે બીજા બળવાન પક્ષી તે મસ ના ટુકડાને તેનાથી છીનવી લે છે ત્યારે માસના ટુકડાને છોડ્યા બાદ જ કુરરને શાંતિ મળે છે. તેવી જ રીતે આપણે કુરર પક્ષીથી એ શીખવું જોઈએ કે વધુ વસ્તુને પાસે રાખવાના વિચાર છોડી દેવા જોઈએ.

બાળક- જેવી રીતે નાના બાળકો હમેશા ચિંતામુક્ત અને પ્રસન દેખાય છે. તેવીજ રીતે આપણે પણ ચિંતામુક્ત અને પ્રસન રહેવું જોઈએ.

આગ- ભગવાન દત્તાત્રેયએ આગ થી શીખ્યું કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, આપણે તે પરિસ્થિતિ માં ઢળી જવું ઉચિત છે.  

ચંદ્રમાં- આપણી આત્મા લાભ હાનીથી પર છે. તેવીજ રીતે જેમ ચંદ્રમાં ના ઘટવા વધવા થી તેની ચમક અને શીતળતા નથી બદલાતી, હમેશા એક જેવી જ રહે છે તેવી જ રીતે આત્મા કોઈ લાભ-હાનીથી નથી બદલતી.   

કુવારી કન્યા- ભગવાન દત્તાત્રેયએ એક વાર એક કુવારી કન્યા જોઈ, જે ધાન્ય કુટી રહી હતી. તે સમયે તેની બંગડીઓનો આવાજ આવતો હતો. બહાર મહેમાન બેઠેલા હતા જેને બંગડીઓના આવાજથી પરેશાની થઇ રહી હતી. ત્યારે તેને પોતાની બધી જ બંગડીઓ તોડી દીધી અને હાથમાં ફક્ત એક-એક બંગડી રાખી અને અવાજ કર્યા વીના તેણે પોતાનું કામ કર્યું તેથી આપણે પણ બંગડીઓથી એ શીખ મળે છે કે આપણે હમેશા એકલું રહેવું જોઈએ અને નિરંતર આગળ વધવું જોઈએ.    

તીર બનવા વાળો- દત્તાત્રેયે એક એવો તીર બનાવા વાળો જોયો, જે તીર બનાવામાં એટલો મગ્ન હતો કે તેની પાસેથી રાજાની સાવરી નીકળી ગઈ પણ તેનું ધ્યાન ભંગના થયું અંત માં આપણે અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશમાં કરવું જોઈએ.

સાપ- ભગવાન દત્તાત્રેયએ સાપ પાસેથી શીખ્યું કે કોઈ પણ સન્યાસીને એકલા જ જીવન વ્યતીત કરવું જોઈએ. ક્યારે પણ એક જ સ્થાન પર રોકાયા વિના જગ્યાએ જગ્યાએ જઈને જ્ઞાન વહેચવું જોઈએ.

કરોળિયો- દત્તાત્રેયએ કરોળીયાથી શીખ્યું કે ભગવાન પણ માયાજાળ રચે છે. અને તેનો નાશ કરે છે. ઠીક તેવી જ રીતે કરોળિયો પોતે જ જાળ બનાવે છે. અને તેમાં રહે છે અને અંતે પોતે જ તે જાળને ખાઈ જાય છે. ઠીક તેવી જ રીતે ભગવાન પણ માયા થી સૃષ્ટીની રચના કરે છે. અને અંતે તેને સમેટી લે છે.  

ભૃંગી કીટાણું- દત્તાત્રેયએ આ જીવ થી શીક્યું કે સારું હોય કે ખરાબ, આપણે જ્યાં આપણું મન લગાવશું, મન તેવુ જ થઇ જશે.

અજગર- ભગવાન દત્તાત્રેયએ અજગર થી શીક્યું કે આપણે જીવનમાં સંતોષી બનવું જોઈએ. અને જે મળી જાય, તેનો ખુશી ખુશી સ્વીકાર કરવું એ જ આપણો ધર્મ હોવો જોઈએ.  

ભમરો- ભગવાન દત્તાત્રેયએ ભમરાથી શીખ્યું કે જ્યાં પણ સાર્થક શીખવા મળે, તેને ત્યારે જ ગ્રહણ કરવું જોઈએ. જેવી રીતે ભમરા અલગ અલગ ફૂલો માંથી પરાગ લે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer