ગુજરાતી સિંગરે બાદશાહ ને છોડ્યો પાછળ, માત્ર એક મહિનામાં 5 મિલિયન રીલ્સ બની…

હિન્દી સોંગ ‘ચાંદ વાલા મુખડા’ હાલમાં આખા દેશમાં ટ્રેન્ડ માં રહ્યું છે. આ હિન્દી ગીત બે ગુજરાતી સિંગર્સ દેવ પગલી અને જિગર ઠાકોરે ગાયું છે . આ જોડીએ ઇન્સ્ટાગ્રામ રીલ્સ બાબતે બાદશાહ, અક્ષય કુમાર સહિતના સ્ટાર અને ઘણા બધા સિંગર્સને પાછળ મૂકી દીધા છે.

આ સોંગની અત્યારસુધીમાં રેકોર્ડ બ્રેક 4.6 મિલિયન્સ રીલ્સ બનાવાઈ ચૂકી છે. દેવ પગલીએ રીલ્સની રેસમાં ફેમસ સિંગર બાદશાહને પણ પાછળ રાખી દીધો છે. બાદશાહના હિટ સોંગ ‘બચપન કા પ્યાર’ની ઇન્સ્ટાગ્રામમાં માત્ર 5 લાખ 85 હજાર જ રીલ્સ બની છે, તો બીજા સોંગ ‘જુગનૂ’ની માત્ર 5 લાખ 36 હજાર રીલ્સ બની છે.

આમ, બાદશાહનાં બન્ને સોંગની રીલ્સનો આંકડો ભેગો કરીએ તોપણ ગુજરાતી સિંગર્સ સામેની ટક્કરમાં ઘણા પાછળ રહી જાય છે. ગુજરાતી સિંગર્સની આ જોડીએ રીલ્સની રેસમાં બૉલિવૂડના ખેલાડી અક્ષય કુમારને પણ માત આપી દીધિ છે.

અક્ષય કુમારના Filhaal2 Mohabbatના સોન્ગ ‘ એક વાત બતાઓ તો યાદોં મેં મરતે હો’ની 2.1 મિલિયન્સ રીલ્સ બનાવી લીધી છે, જે ‘ચાંદ વાલા મુખડા’ સોંગની એક જ મહિનામાં બનેલી 4.6 મિલિયન્સ રીલ્સની સંખ્યા કરતાં માત્ર અડધી જ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer