દેવી દેવતાઓ ની પૂજા ના મુખ્ય નિયમ અને ધ્યાન રાખો આ વાતો

ભગવાન ની પૂજા તમે બધા કરતા હશો પર અમુક નિયમ અને ધ્યાન રાખો અમુક મુખ્ય વાતો જેનાથી પૂજા વધારે સાર્થક થાય. આવો જાણીએ એ બધી મુખ્ય વાતો અને નિયમો.

૧ ભગવાન શિવ અને સૂર્ય ની પૂજા ક્યારેય પણ શંખ થી ન કરો.

૨. તુલસી ને ક્યારેય અનાવશ્યક ન તોડો. તુલસી ના પાંદ ને સ્નાન પછી જ ક્ષમા યાચના કરીને તોડવા જોઈએ. રવિવાર અને શુક્રવાર ના દિવસે તુલસી ના પાંદ તોડવા ન જોઈએ.

૩. ક્યારેય પણ ભગવાન શિવ અને ગણેશજી ની પૂજા માં તુલસી કામ માં ન લો.

૪. ભગવાન ગણેશ ની પૂજા માં પ્રિય દુર્વા ને ક્યારેય રવિવાર ના દિવસે તોડવી ન જોઈએ.

૫ રવિવાર ના દિવસે પીપળા ના ઝાડ ની પૂજા કરવામાં નથી આવતી. આ દિવસે માં લક્ષ્મી ની ખુબ દરિદ્રતા પીપળ ના ઝાડ પર રહે છે.

૬ ભગવાન શિવની પૂજામાં ક્યારેય પણ કેતકી ના ગુલ ચઢાવવા ન જોઈએ. આ કેતકી ના ફૂલ ને શિવ નો શ્રાપ છે.

7 આપણા હિંદુ ધર્મ માં ૩૩ કોટી દેવી દેવતા છે. આ બધાની પૂજા સંભવ ન હોય તો પાંચ દેવતા ની પૂજા જરૂર કરવી જોઈએ. મુખ્ય પાંચ દેવતા- શિવ, ગણેશ, દુર્ગા, વિષ્ણુ અને સૂર્ય ને કહેવામાં આવ્યા છે.

૮ ઘર ના મંદિર માં હંમેશા ગંગા જળ, ગૌ મૂત્ર હોવું જોઈએ. આ મંદિર માં સકારાત્મક ઉર્જા લાવે છે.

૯. આરતી કરવાના સમયે ઘરમાં ઘંટી જરૂર વગાડો. આ ઘરમાંથી ખરાબ શક્તિઓ ને દુર કરે છે.

૧૦ પૂજા હંમેશા પૂર્વ મુખી થઈને જ કરવી જોઈએ. ભૈરવ નાથ અને યમરાજ ની પૂજા તમે દક્ષીણ મુખ થઈને કરી શકો છો. શિવલિંગ ની પૂજા માં ક્યારેય પણ હળદર, સિંદુર કામ માં ન લો.

૧૧ દેવી દેવતાઓ ને તિલક લગાવતા સમયે હંમેશા અનામિકા કામ માં લેવી જોઈએ.

૧૨ પૂજા માં અક્ષત ચોખા નું અત્યંત મહત્વ છે પર એ ખંડિત હોવું ન જોઈએ.

૧૩ દેવતાઓ ની પ્રતિમા ને સ્નાન કરાવવા માટે પાંદ નો પ્રયોગ કરવો જોઈએ.

૧૪ શિવલિંગ ની પૂજામાં કામ આવેલો પ્રસાદ માત્ર જોગી ને જ ખાવો જોઈએ.

૧૫ દેવી દેવતાઓ ને ચઢાવવામાં આવતા ફૂલ પાંદડાઓ ને સાફ પાણી થી અવશ્ય ધોઈ લો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer