અહી દર મહીને દેવી લક્ષ્મીના ચરણ સ્પર્શ કરવા આવે છે સૂર્યદેવ, ચમત્કારથી ઓછુ નથી આ મંદિર

મુંબઈથી લગભગ ૪૦૦ કિમી. દુર કોલ્હાપુર મહારાષ્ટ્રનો એક જીલ્લો છે, જેમાં ધનની દેવી લક્ષ્મીનું સુંદર મંદિર આવેલું છે. અહી દેવી લક્ષ્મીને અંબાજીના નામથી બોલવામાં આવે છે. કોલ્હાપુરનો ઈતિહાસ ધર્મથી જોડાયેલો છે. અને તે જ કારણે આ જગ્યા ધર્મની દ્રષ્ટીએ ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મંદિરની ખુબજ ખાસ વાત એ છે કે અહી દેવી લક્ષ્મીની આરાધના બીજું કોઈ નહિ પણ સુર્યના કિરણો કરે છે.

મંદિરનો ઈતિહાસ:

કહેવામાં આવે છે કે આ મહાલક્ષ્મી મંદિરનું નિર્માણ પ્રાચીન કાળમાં ચાલુક્ય શાસક કર્ણદેવે ૭ મી સદીમાં કરાવ્યું હતું. ત્યાર બાદ શીલહાર યાદવે ૯ મી સદીમાં તેને આગળ વધાર્યું હતું. મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં  દેવી લક્ષ્મીની લગભગ ૪૦ કિલોની મૂર્તિ છે. જેની લંબાઈ લગભગ ૪ ફૂટ છે. આ મંદિર ૨૭૦૦૦ વર્ગફૂટમાં ફેલાયેલું છે. જેની ઉચાઇ ૩૫ થી ૪૫ ફૂટ છે. કહેવાય છે કે આ પ્રતિમા લગભગ ૭૦૦૦ વર્ષ જૂની છે.     

સુર્યના કિરણો કરે છે લક્ષ્મીની આરાધના:

આ મંદિર સુંદરતાની સાથે તેની અનોખી પરંપરા માટે પણ પ્રખ્યાત છે. આ મંદિરમાં માતાની મૂર્તિ પર સૂર્યનાં કિરણો પડે છે. જેને કિરણોનો ઉત્સવ અથવા કિરણોનો તહેવાર કહે છે. જો કે તે પોતાના માંજ ખાસ છે. ૩૧ જાન્યુઆરી થી ૯ નવેમ્બર સુધી કિરણો માતાના પગથી છાતી સુધી આવે છે અને ૨ ફેબ્રુઆરી થી ૧૧ નવેમ્બર સુધી કિરણો પગથી લઈને માતાના માથા સુધી  પુરા શરીરને સ્પર્શ કરે છે. 

પશ્ચિમ બાજુ છે દેવી નું મુખ:

સામાન્ય રીતે દેવી લક્ષ્મીના મંદિરોમાં તેમનું મુખ ઉતર કે પૂર્વ દિશા માં હોય છે. પરંતુ અહી તેમનું મંદિર થોડું અલગ છે. આ મંદિરમાં દેવી લક્ષ્મીનું મુખ પશ્ચિમ બાજુ છે જે ખુબજ ઊચા મંદિરોમાં જોવા મળે છે. આ મંદિરની યાત્રા માટે વર્ષનો કોઈ પણ સમય પસંદ કરી શકાય છે. પરંતુ નવા વર્ષ અને નવરાત્રી પર અહી ખુબજ ભીડ હોય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer