ભારત રહસ્યો થી ભરાયેલો દેશ છે. હજારો એવા રહસ્ય છે જેને અત્યાર સુધી સુધારી શક્યા નથી. એ રહસ્યો માં થી એક છે દેવ ઉગ્રતારા નું એક મંદિર અને મંદિર માં રાખેલી ચતુર્ભુજી દેવી ની પ્રતિમા પર લખાયેલું રહસ્ય.
કહેવાય છે કે આ મૂર્તિ લગભગ એક હજાર વર્ષ થી પણ જૂની છે. ક્યાં છે મંદિર અને મૂર્તિ ? બાલુમાથ અને ઔધ્યોગિક નગરી ચંદવા ની વચ્ચે એનએચ-૯૯ રાંચી રસ્તા પર નગર નામના સ્થાન માં એક ખુબ પ્રાચીન મંદિર છે જે ભગવતી ઉગ્રતારા ને સમર્પિત છે.
આ એક શક્તિપીઠ છે. માન્યતા છે કે આ મંદિર લગભગ એક હજાર વર્ષ જુનું છે. આ મંદિર ના નિર્માણ માં ટોરી સ્ટેટ ના શાશક પીતાંબર નાશ શાહી અને પુન: નિર્માણ માં રાણી અહલ્યાબાઈ નું નામ જોડાયેલું છે. મંદિર નિર્માણ થી જોડાયેલી માન્યતાઓ પલામુ ના ગજટ ૧૯૬૧ માં દશાર્વ્યું છે.
રહસ્યમયી લીપી નું રહસ્ય બરકરાર- બાલુનાથ થી ૨૫ કિલોમીટર દુર પ્રખંડ ના શ્રીસમાદ ગામ ની પાસે તીતીયા અથવા તીસીયા પહાડ ની પાસે પુરાતત્વ વિભાગ ને ચતુર્ભુજી દેવી ની એક મૂર્તિ મળી છે, જેના પાછળ અંકિત લીપી ને અત્યાર સુધી વાંચી શકાયું નથી.
ભારત માં અત્યાર સુધી જ્ઞાત બધા લીપીઓ થી અલગ આ લીપી ને શું કહેવામાં આવે એ પુરાત્વવિદો અને શોધકર્તાઓ માટે અત્યારે પણ એક પહેલી બનેલી છે. મંદિર અને મૂર્તિ થી જોડાયેલી માન્યતા – માન્યતા એ છે કે ટોરી ના શાશક પીતાંબર નાથ શાહી શિકાર કરતા લાતેહાર ના મનકેરી ગામ પહોંચે,
ત્યારે એને તરસ લાગી અને પાસે ના જોડા તળાવ માં પાણી પીવા ગયા. ત્યારે તળાવ થી એને બે મૂર્તિઓ એક લક્ષ્મી અને બીજી ઉગ્રતારા ને મળી. અમુક દિવસ પહેલા એના સપના માં આ બે મૂર્તિઓ દેખાય હતી. શિકાર થી પાછા વળ્યા પછી એમણે મંદિર બનાવવાનો નિર્ણય લીધો અને એનું નિર્માણ કરાવ્યું.
લાતેહાર માં આજે પણ મનકેરી ગામ માં જોડા તળાવ છે. મંદિર ની પરંપરા – અહિયાં નાથ સંપ્રદાય ના ગીરી ઉપાધી ધારી લોકો રહે છે. મંદિર ની મુખ્ય વિશેષતા એના કોઈ વિશેષ વંશ, કુળ, પરંપરા તથા સંપ્રદાય સંકીર્ણતા થી મુક્ત રહેવું છે. પહેલા પુરોહિત ના રૂપ માં સ્વ. પંચાનન મિશ્ર નું નામ આવે છે,
જેને રાજા એ નિયુક્ત કર્યું હતું. માં ઉગ્રતારા મંદિર માં રાજ દરબાર ની વ્યવસ્થા આજે પણ કાયમ છે. અહિયાં પુજારી ના રૂપ માં મિશ્રા અને પાઠક પરિવાર ની સિવાય બકરા ની બલી આપવા માટે પુરુષોતમ પાહન, નગારા વગાડવા માટે ઘાંસી, કાડા ની બલી આપવા માટે પુજારી નિયુક્ત થાય છે.