શું હતું એ રહસ્ય જે જાણી ને પાંડવ પણ થઇ ગયા હેરાન.

મહાભારત ની વાર્તામાં એવું ઘણું બધું થયું જેની કલ્પના કરવી ખુબજ મુશ્કેલ હતી. આ શ્રેણી માં દ્રોપદી નું પાચ ભાઈઓની પત્ની હોવું મુખ્ય જોવા મળે છે. ઈર્ષા, ધન, સંપતિનો લાલચ માનસિક ભટકાવ, પ્રતિશોધની ભાવના, ઘમંડ અને માનસિક દવન્દવ આ બધા તત્વ આ વાર્તામાં છે. મહાભારતની વાર્તા અલગ અલગ વિદ્વાનો અલગ અલગ રીતે કહે છે. મહાભારતને સંબંધિત ઘણી બીજી વાર્તા પણ જોવા મળે છે. આ શ્રેણીમાં છે એક જાંબુ અદ્યાય  જેમાં દ્રોપદી પોતાની વાત નો ખુલાસો કરે છે.

દ્રોપદી પાચ પાંડવોની પત્ની હતી પણ તે તેના પાચ પતિને એક સમાન પ્રેમ કરતી ના હતી. તે બધા થી વધુ અર્જુનને પ્રેમ કરતી હતી. પણ બીજી બાજુ અર્જુન દ્રોપદીને તે પ્રેમ ના આપી શક્યા કારણ કે તે કૃષ્ણની બહેન સુભદ્રાને બધાથી વધુ પ્રેમ કરતા હતા. એક પ્રચલિત કથાનાયકના અનુસાર પાંડવોના નિર્વાસના ૧૨માં વર્ષ માં દ્રોપદી એ એક ઝાડ પર પાકેલા જાંબુનો ગુચ્છો જોયો દ્રોપદી એ તરત જ તોડી લીધો. જેવું દ્રોપદી એ એવું કર્યું તેવામાં ભગવાન શ્રીકૃષ્ણ ત્યાં પહોચી ગયા. અને ભગવાન શ્રીકૃષ્ણ એ કહ્યું કે આજ ફળ થી એક સાધુ પોતાનો ૧૨ વર્ષનો ઉપવાસ તોડવાના હતા. દ્રોપદી એ ફળ તોડી લીધુ હતું જેથી પાંડવ તે સાધુના ક્રોધનો શિકાર થઇ શકતા હતા. આ સાંભળીને પાંડવો એ શ્રીકૃષ્ણને અવાજ લગાવ્યો.

શ્રીકૃષ્ણએ કહ્યું કે પાંડવો તે તેના માટે તે ઝાડ નીચે જઈને સાચા વચન બોલવા પડશે. ભગવાન કૃષ્ણ એ ફળ ને ઝાડની નીચે મૂકી દીધું અને કહ્યું કે હવે બધાને પોતાની બધી વાતો બોલવી પડશે. જો કોઈએ આવું કર્યું તો ફળ ફરી થી ઝાડ પર લાગી જશે અને પાંડવ સાધુના પ્રકોપથી બચી જશે.

બધા થી પહેલા શ્રી કૃષ્ણ એ યુધીષ્ઠીરને બોલાવ્યા. યુધીષ્ઠીરે કહ્યું કે દુનિયામાં સત્ય, ઈમાનદારી, સહીસ્નુતાનો પ્રસાર થવો જોઈએ, તેમજ બેઈમાની અને દુષ્ટતાનો સર્વનાશ થવો જોઈએ. યુધીષ્ઠીરે પાંડવોની સાથે થયેલા બધા ખરાબ ઘટના ક્રમ માટે દ્રોપદીને દોશી ઠરાવી. યુધીષ્ઠીરના સત્ય વચન કહ્યા પછી ફળ જમીન થી બે ફૂટ ઉપર આવી ગયું.

હવે કૃષ્ણ એ ભીમને બોલવા માટે કહ્યું સાથે જ ચેતવણી આપી કે જો તે ખોટું બોલ્યું તો ફળ બળીને રાખ થઇ જશે. ભીમએ બધાની વચ્ચે સ્વીકાર્યું કે ખાવાનું, લડાઈ, નીંદર, અને કામને પ્રત્યે તેની આસક્તિ ક્યારે પણ કમજોર નથી થતી. ભીમએ કહ્યું કે તે ધુતરાષ્ટ્રના બધા પુત્રને મારી નાખશે. યુધીષ્ઠીરના પ્રતિ તેના મનમાં ખુબજ શ્રદ્ધા છે. પણ જે પણ તેની ગદાનું અપમાન કરશે તે તમને મૃત્યુને ઘાટ ઉતારી દેશે. ત્યાર બાદ ફળ બે ફૂટ ઉપર જતું રહ્યું હવે અર્જુનનો વારો હતો અર્જુનએ કહ્યું કે પ્રસ્સિધી મારા જીવન થી મને વધુ પ્રિય છે જ્યાર સુધી હું યુદ્ધ માં કર્ણને મારીના નાખું ત્યાર સુધી મારા જીવન નો ઉદ્દેશ પૂરો નઈ થાય. હું તેના માટે કોઈ પણ યુક્તિ કે માર્ગ અપનાવીસ. પછી ભલે તે ધર્મ વિરુધ કેમ ના હોય અર્જુનએ પણ કઈ ના છુપાયું.  ત્યાર બાદ નકુલ અને સહદેવ એ પણ કોઈ રહસ્ય છુપાવ્યા વગર બધું સાચું કહી દીધું. હવે એક દ્રોપદી બચી હતી. દ્રોપદીએ કહ્યું કે મારા પાચ પતિ મારી પાચ જ્ઞાનનેદ્રી (આખ, કાન, નાક, મુખ, અને શરીર) ની જેમ છે. મારા પાચ પતિ છે પણ હું તે બધા ના દુર્ભાગ્ય નું કારણ છુ હું શિક્ષિત હોવા છતાં વગર વિચાર્યે કરેલા કામોથી પછતાવ છું પણ દ્રોપદી ના આ બધું ક્યાં પછી પણ ફળ ઉપરના ગયું ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે દ્રોપદી કોઈ રહસ્ય છુપાવી રહી છે.

ત્યારે દ્રોપદી એ પોતાના પતિ તરફ જોઇને કહ્યું કે હું મારા પાંચે પતિ ને પ્રેમ કરું છું  પણ કોઈ છઠ્ઠા વ્યક્તિને પણ પ્રેમ કરું છું હું કર્ણને પ્રેમ કરું છું જાતીના કારણે મને તેનાથી લગ્નના કરવાનો પછતાવો છે. જો મેં કર્ણની સાથે લગ્ન કર્યા હોત તો કદાચ મારે એટલા દુખના વેઠવા પડત અને કદાચ મારે આવા કડવા અનુભવો ના સહેવા પડત.

આ સાંભળીને પાંચે પાંડવો હેરાન રહી ગયા પણ કોઈએ કઈ કહ્યું નહિ. દ્રોપદીના બધા રહસ્યો ખોલ્યા પછી શ્રીકૃષ્ણના કહ્યા અનુસાર ફળ ફરી ઝાડ પર પહોચી ગયું. આ ઘટના પછી પાંડવો ને અહેસાસ થયો કે પાચ બહાદુર પતિ હોવા છતાં તે પોતાની પત્નીની જરૂરતના સમયે રક્ષા કરવા ના પહોચી શક્યા. જયારે દ્રૌપદીને તેમની બધાથી વધુ જરૂરત હતી ત્યારે તે ક્યારે પણ તેની સાથે ઉભા રહ્યા ના હતા.

આ પોરાણિક વાર્તા નો એક એવો પણ અર્થ નીકળી શકે છે કે બધાની કોઈ ને કોઈ રાઝ હોઈ છે જેને વ્યક્તિ  તે પોતાની સુધી જ સીમિત રાખે છે. ઘણી વાર આ વાતની ખબર પડ્યા પછી પોતાના સગા-સંબધીઓને દુઃખ પહોચશે તે ડર થી છુપાવીને રાખવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer