આપના
સમાજ અને ધર્મ માં બહુપતી પ્રથા લોક અને ધર્મની વિરુદ્ધ છે. પરંતુ દ્વાપરમાં
મહાભારતમાં જણાવ્યું છે કે દ્રોપદી ના વિવાહ પાંચ પાંડવો સાથે થયા હતા. આ લગ્નની
પાછળ માં ના વચન અને શિવ શંકર ના આશીર્વાદ હતા.
શિવના આશીર્વાદ : શિવ સ્વરૂપ સહાય નું પુસ્તક “પ્રાચીન ભારત નું સામાજિક અને આર્થિક વિકાસ” માં જણાવ્યું છે કે એક વાર દ્રૌપદીએ પાંચ વાર મહાદેવ ને વિનંતી કરી હતી કે તેને સારો પતિ મળે અને શિવજી એ ત્યારે પ્રસન્ન થઇ ને તેને એ વરદાન આપ્યું કે તેને પાંચ પતિ મળે. અને એ કારણ થી જ દ્રોપદી એ પાંચેય પાંડવો ની પત્ની બનવું પડ્યું હતું.
કુંતીની આજ્ઞાના કરને બની દ્રોપદી પાંચ પતિઓ ની પત્ની :
પંચાલના રાજા દ્રુપદ ની પુત્રી હતી દ્રોપદી. દ્રોપદીના વિવાહ માટે એક સ્વયંવર રચવામાં આવ્યો હતો પરંતુ તેમાં દ્રોપદીના લગ્ન એની સાથે થઇ શકતા હતા જે ખુબજ સારા ધનુર્ધર હોય . તેના માટે એક પ્રતિયોગીતા રાખવામાં આવી હતી. જેમાં લગ્નની ઈચ્છા રાખતા લોકો એ એક ફરતી માછલીની આંખ માં તીર લગાવાનું હતું. અ પ્રતિયોગિતામાં પાંડવો માંથી સૌથી મોટા ધનુર્ધર અર્જુન જીતી જાય છે અને તેઓ દ્રોપદી સાથે લગ્ન કરે છે. અને પોતાના ભાઈ ઓ ની સાથે પોતાની માતા પાસે પહોચે છે.
માં પાસે આવીને અર્જુન કુંતીને કહે છે કે જુઓ, માં હું તમારા માટે શું લાવ્યો છું. માં કોઈ પણ વાત જાણ્યા વિના અર્જુન ને આદેશ આપે છે કે હે વત્સ જે કઈ પણ લાવ્યો હોય તેને આપસ માં વહેચી લ્યો. માં નો આદેશ નું પાલન કરવા માટે ત્યારે દરેક પાંડવ ભાઈ ઓ એ દ્રોપદી સાથે લગ્ન કરવા પડ્યા હતા.