તમને જણાવી દઈએ કે ભારત ને મંદિરો નો દેશ માનવામાં આવે છે. અહિયાં પર જેટલા મંદિર છે એટલા જ એમાં રહસ્ય અને અલગ અલગ માન્યતાઓ પણ છુપાયેલી છે. મંદિરો માં આસ્થા રાખવા વાળા ની કોઈ અછત નથી. તેમજ આ મંદિરો માં સૌથી પ્રસિદ્ધ મંદિર છે તિરુપતિ બાલાજી મંદિર. આ મંદિર દુનિયા નું સૌથી અમીર મંદિર છે. અનુમાન પ્રમાણે મંદિર ટ્રસ્ટ ના ખજાના માં ૫૦ હજાર કરોડ થી વધારે ની સંપતિ છે. દેશ નું સૌથી અમીર મંદિર હોવા છતાં પણ આ મંદિર ના ભગવાન આજે પણ દેણા માં ડૂબેલા છે.
તેમજ તમે એ વિચારતા હશો કે જે મંદિર માં એટલું ધન દોલત હોવા છતાં પણ આ મંદિર ના ભગવાન એટલા ગરીબ કેમ થઇ શકે, જે આજે પણ દેવું ચૂકવી રહ્યા છે. ભક્તો ની દરેક મનોકામના પૂરી કરવા વાળા ભગવાન વેંકટેશ્વર આખરે એમનું જ દેવું કેમ ચૂકવી રહ્યા નથી. તમને જણાવી દઈએ કે એની પાછળ એક ધાર્મિક માન્યતા એ છે કે બાલાજી ધન ના દેવતા કુબેર ના કર્જદાર છે અને કળિયુગ ના અંત સુધી માં તે કુબેર નું દેવું ચૂકવી શકશે.
ધર્મ શાસ્ત્રો માં કહેવામાં આવે છે કે જો તમે ખુબ જ ધન દોલત અને સંપતિ ના માલિક છો પરંતુ તમારી ઉપર કોઈનું દેવું છે તો એને ગરીબ જ માનવામાં આવે છે. તેથી તિરુપતિ બાલાજી મંદિર માં જમા અકૂટ ધન હોવા છતાં પણ બાલાજી ગરીબ છે, ભગવાન બાલાજી ની ઉપરથી દેવું ઉતારવા માટે મોટી સંખ્યામાં ભક્ત એને આજે પણ સોનું ચાંદી, પૈસા અને ખુબ જ વધારે કીમતી વસ્તુ નું દાન કરતા આવી રહ્યા છે.
તિરુપતિ બાલાજી મંદિર માં દર વર્ષે કરોડો રૂપિયા નું દાન આવવા છતાં પણ ભગવાન એનું દેવું ભરપાઈ કરી શકતા નથી. અને અહિયાં લાખો ભક્તો એની મનોકામના પૂરી કરવા માટે આવે છે અને સાથે જ તે કંઇક ને કંઇક એની કીમતી વસ્તુ નું દાન કરતા જાય છે. અહિયાં એવી પણ પ્રથા છે કે ભક્તો અહિયાં આવીને ભગવાન ના દર્શન કરીને પોતે મુંડન કરાવે છે.