હિન્દુ ધર્મમાં બધાજ ભગવાન કોઈને કોઈ સવારી પર વિરાજમાન છે. તેથી ભગવાન સાથે તેના વાહનની પણ પુજા કરવી શુભ માનવામાં આવે છે. જેવી રીતે ગણેશ ની સવારી ઉંદર, કાર્તિક ની સવારી મોર, વિષ્ણુ નું વાહન ગરુડ છે તેવી જ રીતે માં દુર્ગા ની સવારી સિંહ છે.
માતાની સિંહ પર ની સવારી પાછળ પણ એક વિશેષ મહત્વ છે અને તેની પાછળ પણ એક મોટું કારણ છુપાયેલું છે. તો ચાલો જાણીએ ક્યાં કારણે માતાએ સિંહ ની પસંદગી કરી.
પૌરાણીક કથા મુજબ માતાએ તેના પતિના રૂપ માં ભગવાન શંકર ને પામવા માટે ઘણા બધા વર્ષ જંગલ માં તપસ્યા કરેલી હતી. અને આ તપસ્યા ના કારણે માતાનો રંગ સાવલો થઈ ગયો હતો. પણ માતાને તેની તપસ્યાનું ફળ મળી ગયું અને તેના લગ્ન શિવજી સાથે થયા.
ભગવાન શિવ સાથેના લગ્ન પછી તેને બે પુત્રો ની પ્રાપ્તિ થઈ એક ગણેશ અને બીજો કાર્તિકેય. પૌરાણિક કથા મુજબ એક વખત ભગવાન શંકર એ માતા ને ભૂલથી કાળી કહી દીધું હતું. જે વાત માતાને સારી ન લાગી,
જેથી ગોરો રંગ મેળવવા માટે માતા પાર્વતિ જંગલ માં જઈને તપસ્યા કરવા લાગ્યા. જ્યાં માતા પાર્વતિ તપસ્યા કરી રહ્યા હતા ત્યાંથી એક સિંહ પસાર થયો અને માતાને તપસ્યા કરતાં જોઈને સિંહ તેની બાજુમાં બેસી ગયો.
એ સિંહ ત્યાં સુધી બેઠો જ્યાં સુધી માતાએ તપસ્યા કરી.અને આ તપસ્યા ના કારણે શિવજી એ માતાને ગોરો રંગ થવાનું વરદાન આપી દીધું. જ્યારે તપસ્યા પૂરી કરીને માતાએ પોતાની આંખ ખોલી ત્યારે તેની સમક્ષ એક સિંહ બેઠો હતો.
આ સિંહે પણ માતા સાથે બેસીને કઠીન તપસ્યા કરેલી હતી. આ જોઈને માતા પાર્વતિ એ તે સિંહ ને પોતાની સવારી ના રૂપ માં સ્વીકારી લીધો. ત્યારથી સિંહ માતા દુર્ગા ની સવારી છે.