શું તમે જાણો છો બંધ મંદિરની માત્ર ધજાના દર્શન કરવાથી પણ ભગવાન આશીર્વાદ આપે છે

ધજા એ ધર્મનું ગૌરવ છે રાષ્ટ્ર ધજની પરેડ એ વીરતા અને શૌર્યની ગાથા છે. મંદિર કદાચ બંધ હોય અને ધજાના દર્શન કરો તો પણ પ્રભુ નોંધ લે છે. ધજા ચઢાવવાની લોકો માન્યતા કેમ રાખે છે ? ધજા એ સંપ્રદાયની ઓળખ આપે છે. ધર્મને સન્માન આપવાનું કાર્ય ધજા કરે છે. ધજા મસ્તકે ચઢાવવાથી જીવની ચિંતાઓ દુર થાય છે. ધજાની પણ એક અલૌકીક કહાની છે તેના જુદા જુદા રંગ છે.દ્વારકાધિશના મંદિર ઉપર બાવન ગજની ધજા લહેરે છે. આ ધજા ચઢાવનાર ભક્તને બાવન સંયોગો તથા લાભની પ્રાપ્તિ થાય છે. કદાચ મોડા પડવાથી ભગવાનના દર્શન ન થાય તો ધજાનાં દર્શન કરવાથી દર્શન જેટલું જ પુણ્ય મળે છે. ધજા એ પ્રભુનું જ એક સ્વરૂપ છે.

બાવન ગજની ધજાનો ભાવાર્થ છે. (૪) ચાર દિશા (૧૨) બાર રાશિ (૯) ગ્રહ (૨૭) નક્ષત્રો સતાવીસ આ બધાનો સરવાળો ૫૬ થાય છે. મનના છપ્પન પ્રકારના કોડ ભગવાન દ્વારકાધિશ પુરા પાડે છે. ભક્તોમાં ધજા ચઢાવવાની એક માન્યતા છે. ડાકોરમાં ધજા લઈ મંદિરના ચોગાનમાં ભજન કીર્તન ભક્તો કરે છે. પછી ધજા ચઢાવે છે. ધ્વજાના જુદા જુદા માપ અને રંગો હોય છે.

શ્રીનાથના મંદિર સીવાય પૃષ્ટિ માર્ગની કોઈ હવેલીમાં ધજા હોતી નથી. શ્રી નાથજીની ધજા એક ગામથી બીજે ગામ ધામધૂમથી લઈ જવામાં આવે છે. ત્યાં ધજાની સેવા-પૂજા થાય છે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો ધજાનું સામૈયું કરે છે. ધજાજીનો અનેરો ઉત્સવ ઉજવવામાં આવે છે. હિંદુ ઉપરાંત મુસ્લીમ ધર્મ, શીખ-સ્વામી નારાયણ અને અન્ય ધર્મમાં દેવ સ્થાન ઉપર જુદી જુદી ધજાઓ ફરકે છે. ધજા એ ઉંચાઈની નિશાની છે.

રામાપીરના મંદિરમાં લીલા રંગની ધજા ફરકતી હોય છે. ધજા લીલી કેસરી લીલી કે પીળા રંગની હોઈ શકે છે. ઘણા મહાદેવ ઉપર ધોળી ધજા ફરકે છે. ધજાના દર્શનથી ભક્તના હૃદય પુલકિત બને છે. મંદિરનો પૂનમ, હોળી પાટોત્સવ નૂતન વર્ષ જનમાષ્ટમીએ ધજા ઘણીવાર બદલવામાં આવે છે. મહાભારતના યુધ્ધમાં અર્જુનની ધજા ઉપર સ્વયં હનુમાનનાં દર્શન થયા હતા. મંદિરમાં જે ધજા પ્રભુને ધરાવે તેના મનના કોડ પુરા થાય છે. તેમ માન્યતા છે.ભારતના અનેક સંતોએ ધર્મની ધજા લહેરાવી છે. ધજા માટે યુદ્ધો પણ થયા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer