એવું શું થયું હતું કે અભીનેતા અક્ષય કુમારે આવવું પડ્યું હતું પોતાના સાસુ સસરાના સબંધ વચ્ચે. જાણો કારણ

બોલિવૂડ સ્ટાર રાજેશ ખન્નાના પોતાના જલવા હતા. તો તેની એક ઝલક મેળવવા માટે છોકરીઓ ની લાંબી લાઇન લાગી હતી. લોકો માટે દીવાનગીની કોઈ સીમા જ નહોતી. આ સુપરસ્ટાર નું દિલ આવ્યું હતું 16 વર્ષની અભિનેત્રી ડિમ્પલ કાપડિયા ઉપર. તેઓએ ડિમ્પલને રાજ કપૂરની એક પાર્ટી માં જોઈ હતી. રાજ કપૂર ના ઘરે ફિલ્મ “બોબી” ની સફળતાને લઇને એક પાર્ટી રાખવામાં આવી હતી. આ દરમિયાન રાજેશ ખન્ના ની નજર ડિમ્પલ પર પડી હતી.

ડિમ્પલને મળ્યાના એક વર્ષ બાદ જ તેઓ એ 1973 માં લગ્ન કરી લીધા હતા. લગ્ન કર્યા બાદ ડિમ્પલ ફિલ્મોથી પૂરી રીતે ગાયબ થઈ ગઈ હતી. જણાવી દઈએ કે લગ્ન પછી રાજેશ ખન્નાએ ડિમ્પલને ફિલ્મમાં કામ કરવા માટે ના પાડી હતી. લગ્નના થોડા સમય પછી ડિમ્પલે 17 વર્ષની ઉંમરમાં ટ્વિંકલ ખન્ના ને જન્મ આપ્યો હતો. તેના પછી એક બીજી પુત્રી રિન્કી ખન્ના હતી.

તેના થોડા સમય પછી બંને એક્ટ્રેસ ડિમ્પલ અને રાજેશ ખન્ના માં સંબંધ બગાડવા ના શરૂ થયા હતા. તેનું પરિણામ એ થયું કે વર્ષ 1986 માં બેઉએ તલાક લઈને એકબીજાથી અલગ થવાનો નિર્ણય કરી લીધો હતો. તે પછી તેઓ ઘણા વર્ષો સુધી અલગ રહયા હતા. આ બંને ને બીજી વાર તેમના જમાઇ અક્ષય કુમાર એ ૨૫ વર્ષ બાદ મળાવ્યા હતા. જણાવવા માં આવે છે કે ડિમ્પલ અને રાજેશ ખન્ના વચ્ચે સંબંધો એટલા ખરાબ થઈ ગયા હતા કે તેઓ પોતાના જીવનમાં એકબીજાને મળવા પણ માગતા નહોતા.

રાજેશ ખન્ના પોતાના પરિવાર થી ક્યારેય દૂર થવામાં માંગતા નહોતા. પરંતુ તે બેઉ વચ્ચે સબંધ બગડતા ગયા એક સમય એવો આવ્યો કે રાજેશ ખન્ના એ પોતાના ઘર માં એકલતામાં તણાવમાં જવા લાગ્યા હતા. આ દરમિયાન તેમના જમાઈ અક્ષય કુમારે તેનો સાથ આપ્યો. અને આગળ વધીને તેની પરેશાનીઓને ખતમ કરવાની કોશિશ કરી. અક્ષયે ડીમ્પલ અને રાજેશ ને બીજી વાર મળાવ્યા હતા.

અભિનેતા અક્ષય કુમાર ની પહેલથી વિખરાયેલો પરિવાર ફરીથી એક થયો હતો. આ પરિવારમાં ખુશિઓ ફરીથી આવી હતી. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા એ આ પછી જીવન એક સાથે વિતાવ્યું હતું. અને પોતાના બાળકો સાથે પણ રહ્યા હતા. જણાવી દઈએ કે રાજેશ ખન્નાનો પરિવાર ખૂબ જ સાધારણ હતો. અભિનેતા અને તેની પત્ની એ પોતાના બાળકોની ખૂબ જ સારી પરવરિશ કરી હતી. અભિનેતા રાજેશ ખન્ના પોતાની પુત્રી ટ્વિંકલ ખન્નાની ખૂબ જ નજીક હતા. અભિનેતાના મોત પછી ટ્વિંકલ ખન્નાએ પોતાના પિતાની સારી યાદો લોકો સાથે શેર કરી હતી.

તમને જણાવી દઈએ કે ડિમ્પલ કાપડિયાની અંગત જિંદગી ખુબ જ વિવાદ ભરી રહી છે. તેઓએ પોતાના પતિ રાજેશ ખન્ના થી અલગ થઈને બીજીવાર ફિલ્મોમાં કામ શરૂ કર્યુ હતુ. આ દરમિયાન તેનું નામ એ સમયમાં ઉભરતા સિતારા સની દેઓલ સાથે પણ જોડવામાં આવ્યુ હતુ. સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા ઘણીવાર એક સાથે ફરતા નજર આવ્યા હતા. જોકે તેઓ બંને પોતાના સંબંધો વિશે કંઈ જણાવતા નહોતા. હાલમાં ડિમ્પલ ની લોન્ચ થયેલી વેબ સીરીઝ તાંડવ થી ખૂબ જ વિવાદ નું કારણ બની હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer