સાવધાન! ફળોનું આવીરીતે સેવન કરવાથી થઈ શકે છે ગેસ તથા અન્ય પેટના રોગોની સમસ્યા

ઘણી વખત પેટ નાં ગેસની તકલીફથી લોકો બીજા માટે મજાકનું પાત્ર બની જાય છે. જેના લીધે તેમને શરમ અનુભવવી પડે છે. જે લોકોને ગેસ વધુ ઉત્પન્ન થાય છે. તે પોતે જ બીજા થી દૂર રહેવા લાગે છે.પેટમાં ગેસ આમ તો દરેક લોકો ને બને છે, પરંતુ જેની પાચનક્રિયા ખરાબ રહેતી હોય કે પછી જેમને એસીડીટી કે કબજિયાત રહેતી હોય, તેમને ગેસનીફરિયાદ બીજા થી વધુ રહે છે,

જો પેટમાં ગેસ વધુ સમય સુધી રહે છે તો આફરા જેવું લાગે છે,પેટમાં ભારેપણું, અલ્સર અને બવાસીર જેવી અનેક પ્રકારની તકલીફો થવાની શક્યતાઓ વધી જાય છે.ઘણી વખત આંતરડામાં ગેસ બનવાથી પેટમાં દુઃખાવો થાય છે અને જયારે આ દુઃખાવો આંતરડાની ડાબી બાજુએ જાય છે ત્યારે તે એપેન્ડિક્સ નો દુખાવો પણ થઇ શકે છે. તેના માટે ઘણી વખત આપણે મોંઘી દવાઓનો સહારો લઈએ છીએ.

આપણે જાણીએ છીએ કે ફળો ખાવાથી તંદુરસ્તી વધે છે અને શરીર સારું રહે છે. દરેક ફળમાં કોઇ ને કોઇ ગુણ રહેલા હોય છે. જેવા કે સફરજન ખાવાથી લોહીમાં સુધારો થાય છે અને તાકાત આવે છે, ડોક્ટર પણ કહે છે કે રોજનું એક સફરજન ખાવ અને રોગોને દૂર ભગાવ. તેવી જ રીતે કેળાં ખાવાથી પાચનશક્તિને લાભ થાય છે અને મોસંબી કે દ્રાક્ષ ખાવાથી વિટામિન-સી મળે છે. પણ તમે ઘણાનાં મોઢે એમ પણ સાંભળ્યું હશે કે ફલાણા ફળ ખાવાથી એસિડિટી થશે કે ફલાણા ફળ ખાવાથી શરીરમાં ગરમી વધે છે. પણ આ વાત તદ્દન ખોટી છે.

ફળો હંમેશાં ખાલી પેટે ખાવા જોઇએ. ખાવાની કોઇપણ અન્ય વસ્તુ સાથે ફળો ખાવાનું ટાળવું. અને જ્યારે ફળ ખાધા હોય તો ત્યાર પછી ૩૦થી ૪૦ મિનીટ સુધી અન્ય કોઇ વસ્તુ ખાવી નહીં. એનું કારણ એ છે કે દરેક ફળ પચવા માટે ૨૦થી ૩૦ મિનિટનો સમય લે છે. જ્યારે બીજી વસ્તુઓ પચવામાં બે કે તેથી વધુ કલાકનો સમય લાગે છે. દા.ત. જો તમે સવારે કોઇ અનાજ ખાધુ હોય અથવા બપોરે જમવામાં ભાત કે શાક જમ્યા હોય અને એ પછી તરત તમે કોઇ ફળ ખાઈ લો ત્યારે ફળને પચવામાં માત્ર ૨૦ મિનિટ લાગે છે જ્યારે બાકીનો ખોરાક પચવામાં કલાકો લાગી જાય છે.

ફળોને લઇને ઘણાના મગજમાં એક પ્રકારની ભ્રમણા રહી ગઇ છે કે ફળો ખાવાથી એલર્જી થાય. પણ હકીકતમાં આવું કઇ હોતું નથી. કોઇ ફળ તમને નુકસાનકારક હોઇ શકે નહીં. કોઈ ફળ ખાવાથી વજન વધતું નથી કે કોઈ ફળ ખાવાથી એસિડિટી પણ થતી નથી. સાચી વાત તો એ છે કે આપણને ફળ ખાવાની સાચી રીત ખબર નથી તેથી કદાચ ફળ ખાધા પછી તકલીફ થઈ શકે. ચલો આજે ફળ ખાવાના થોડા નિયમો જાણી લઇએ.

આવી પરિસ્થિતિમાં તમે જે ફળ ખાવ છો તેનો માવો સીઘા પેટ અને અન્નનળીમાં જવો જોઇએ પણ આવં થતું નથી કારણ કે તમે તે પહેલાં રાંધેલો ખોરાક ખાઇ ચૂક્યાં છો. જેના કારણે ફળોનો માવો રાંધેલા ખોરાક સાથે અન્નનળીમાં ફસાઇ જાય, અને ખોરાકને આગળ વધવાનો રસ્તો ન મળતા તે સડવા લાગે છે.

આ દરમિયાન તમે બીજી કોઇ વસ્તુ ખાવ છો ત્યારે તે પેટમાં રહેલા સડેલા ફળના સંપર્કમાં આવે છે અને એસિડ બને છે. જેના કારણે તમને કબજિયાત અને અપચો જેવી બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. એટલું જ નહીં પણ ઘણી વખત આ કુટેવને કારણે ગંભીર બીમારીનો પણ સામનો કરવો પડતો હોય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer