6 વર્ષ સુધી ગુજરાતી અભિનેતા સાથે સંબંધ રાખ્યા બાદ હવે આ એક્ટ્રેસ બનશે લગ્ન વગર જ માતા, જાણો કોણ છે અસલી પિતા…

બોલીવુડ અભિનેત્રી ફ્રીડા પિન્ટો ફિલ્મ સ્લમડોગ મિલિનિયરમાં લતિકાના રોલથી આખા વિશ્વ ભરમાં ખૂબ જ પ્રખ્યાત બની હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ફ્રીડા અને અભિનેતા દેવ પટેલ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. બંને રીલથી રિયલ લાઇફ જોડી બની ગઇ અને તે સાથે જ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું.

બંનેએ લગભગ 6 વર્ષ સુધી એકબીજાની સાથે રહ્યા હતા. ફ્રિડા દેવ સાથે સીરિયસ રિલેશનમાં હતી. જ્યારે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તે સમયે ફ્રિડાની ઉમર 30 વર્ષની હતી અને દેવની ઉમર ફકત 24 વર્ષની જ હતી.

બંને વચ્ચે એટલો પ્રેમ હતો કે, દરેકને લાગવા લાગ્યું કે આ બને એકટર્સ ટૂંક સમયમાં જ લગ્ન કરશે. પરંતુ આ તેમના બ્રેકઅપના સમાચારે બધાને હચમચાવી દીધા. ફ્રિડા આજે તેનો 37 મો જન્મદિવસ સેલિબ્રેટ મનાવી રહી છે.

સ્લમડોગ મિલિનિયરમાં સાથે એક્ટિંગ કરનાર દેવ પટેલ અને ફ્રીડા પિન્ટોએ ફિલ્મ પત્યા 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા, પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. વર્ષ 2014 માં તેઓ બન્ને અલગ થઇ ગયા. તેઓ અલગ થઈ ગયા બાદ પણ તેઓ હજી પણ સારા મિત્ર છે.

ત્યાર બાદ ફ્રીડા પિન્ટોને પોલો ખેલાડી રોની બકાર્ડી સાથે પ્રેમ થયો અને બંનેએ એકબીજાને ડેટ કરવાનું ચાલુ કર્યું. પણ થોડા વર્ષો પછી તેઓ પણ અલગ થઇ ગયા.

પરંતુ હવે ફ્રિડાને આખરે તેનો પરફેક્ટ પાર્ટનર મળી ગયો હોય તેવું લાગે છે. કોરી ટ્રાન કે જે એક એડવેન્ચર ફોટોગ્રાફર છે તેમણે થોડા વર્ષ પહેલા સગાઈ કરી હતી. આ વર્ષે ફ્રિડાએ તેની પ્રેગનેન્સીની પુષ્ટિ કરી છે. તે કેરીના બાળકની માતા બનવા જઈ રહી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer