1971માં ગાંધી પ્રેમીઓએ આ ગામમાં ગાંધી મંદિર બનાવ્યું હતું, અહી ગાંધીજીની કાંસામાંથી બનેલી છ ફુટની મુર્તિ મુકવામાં આવી છે
ઓરિસ્સાના સંબલપુર જિલ્લાના ભટરા ગામમાં રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીનું મંદિર આવેલું છે.આ અનોખા મંદિરમાં સવાર સાંજ આરતી કરવામાં આવે છે.આમ ગાંધીજી હવે માત્ર પાઠય પુસ્તકોના પાઠ ઉપરાંત દેવાલયમાં પુજાનારી હસ્તી પણ બની ગયા છે.ગાંધીજીની હયાતી હોતતો આનો વિરોધ્ધ કર્યો હોત પરંતુ ગામ લોકોને ગાંધીજી પ્રત્યે એટલી બધી આસ્થા છે તેમને દેવ માનીને આરતી કરવા લાગ્યા છે. તિરંગાની નિચે ગાંધીજીની કાંસામાંથી બનેલી છ ફુટની મુર્તિ મુકવામાં આવી છે.મંદિરના પ્રવેશદ્વાર પર ભારત માતાની મુર્તિ અને અશોક સ્તંભ બનાવવામાં આવ્યા છે.઼
આ મંદિરનું નિર્માણ કરવાની પહેલ અભિમન્યું નામના ગાંધી ભકત કરી હતી. ગામ લોકો માને છે કે ૧૯૨૮માં છુઆ છુતને નાબુદ કરવાનો સંદેશો આપવા ગાંધીજી આ ગામમાં આવ્યા હતા. ગામ લોકો ગાંધીજીની સાદગી અને કર્તવ્ય પરાયણતા જોઇને પ્રભાવિત થયા હતા.૧૯૭૧માં અભિમન્યું જયારે આ વિસ્તારના એમએલએ બન્યા ત્યારે ગાંધી મંદિર બનાવીને રોજ આરતી પુજા કરવાની શરૃઆત કરી હતી.ગામ લોકોએ પણ આ કાર્યને ઉત્સાહથી વધાવી લીધું હતું.૧૧ એપ્રિલ ૧૯૭૪ના રોજ આ મંદિરનું ઉદ્ધઘાટન ઓરિસ્સાના મુખ્યમંત્રી નંદિની સતપથીએ કર્યુ હતું.આ અનોખા મંદિરને દૂર દૂરથી જોવા માટે લોકો આવે છે.