ગાંધીનગરના પેથાપુરથી મળી આવેલ માસૂમ બાળકને લઇને મોટો ખુલાસો થયો છે. મળી આવેલા આ માસૂમના પિતાની ઓળખ થઈ શકી છે.
પતિ-પત્નિ વચ્ચેના ઝગડામા પિતાએ બાળકને જ ત્યજી દીધું હતું . આ બાળકના પિતાનું નામ સચિન દિક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. તો સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે,પોલીસ દ્વારા સફેદ કલરની કારની પણ માહિતી મળી છે.
પતિ-પત્ની વચ્ચેના ઘરેલુ ઝઘડાને કારણે આ બાળકને ગઈકાલે રાતે જ છોડી દેવામા આવ્યું હતું તેવું જાણવા મળ્યું છે. જણાવી દઇએ કે, ગઈકાલે મોડી રાતે મળી આવેલ આ માસૂમના માતા-પિતા પાટનગર ગાંધીનગરના સેક્ટર-26માં રહે છે અને તેઓ મૂળ રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચેના ગામના રહેવાસી છે.
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચેલા ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કાલે રાત્રે નવ વાગ્યાની આસપાસથી બાળક મળી આવ્યો છે . તેના માતા-પિતાને શોધવા માટે પોલીસની 8 ટીમો તૈયાર કરાઈ છે અને યુદ્ધના ધોરણે બાળકના માવતર શોધવા માટેની કવાયત કરવામાં આવી હતી. ત્યારે ગણતરીના કલાકોમાં જ આ ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો અને માતા-પિતાને શોધી કાઢ્યા હતા.
આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચી અને બાળકને મુકી જનારની શખ્સ માટેની પોલીસે તપાસ હાથ ધરી હતી. બાળકને મંદિરમાં મૂકી જનાર વ્યક્તિના સીસીટીવી પણ સામેથી પસાર થયા હતા, જેના આધારે પોલીસ વધુ પૂછપરછ હાથ ધરી હતી.
ગાધીનગરના સેક્ટર-26માં રહે છે સચિન દિક્ષિત અને તે વડોદરામાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ મામલે સફેદ કાર GJ-1 KL 7363 નંબરની કાર કબજે કરાઇ છે. સચિન દિક્ષિતની રાજસ્થાનના કોટાથી ધરપકડ કરાઈ હતી.