રાજ્યના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમની ધાર્મિક શ્રદ્ધા ના કારણે પણ ચર્ચામાં રહે છે. છેલ્લા ત્રણેક દિવસની તેમની મુલાકાત પરથી ભૂપેન્દ્ર પટેલને ઈશ્વરમાં અપાર શ્રદ્ધા છે તે પણ જોઈ શકાય છે. સીએમ તરીકે જાહેર થયેલા તેમના નામ બાદ તેઓ સીધા જ અડાલજખાતે આવેલા ત્રિમંદિરે જઈને દાદા ભગવાન ફાઉન્ડેશનના અધ્યક્ષના આશીર્વાદ લીધા હતા.
2001થી દાદા ભગવાન સંસ્થા સંકળાયેલા નવા સીએમ તરત જ અધ્યક્ષ સમક્ષ દંડવત થઇ નમન પણ થયા હતા. તેમની આવી શ્રદ્ધા અને સંસ્કારના દર્શન કરાવતો આ વીડિયો પણ સોશિયલ મીડિયા માં વાઈરલ થયો હતો. તો બીજા દિવસે પણ તેમણે પહેલાં તેમની ઓફિસમાં સિમંધર સ્વામીની આરસની મૂર્તિ બિરાજમાન કરી હતી.
દાદા ભગવાન પંથમાં ભૂપેન્દ્ર પટેલ અવારનવાર શાંતિની શોધમાં ત્યાં જઈને સત્સંગમાં પણ ભાગ લઈને વાતચિત પણ કરતા હોય છે. ભૂપેન્દ્ર પટેલનો દીપકભાઈ દેસાઈ સાથેના આવા જ એક સત્સંગનો વીડિયો સોશ્યલ મીડિયા માં વાઈરલ થવા લાગ્યો છે.
જેમાં તેઓ જણાવે છે કે આમ તો ટીમમાં લાગેલા રહીએ એવી મારી ભાવના પહેલાથી હતી. મેં નીરુમાને પણ કહેલું કે મારા મગજમાં એટલું તો ફીટ કરી જ દીધું છે કે કોઈપણ એક ધોળો ઝભ્ભો પકડી રાખવાનો. અહીંયાથી છૂટાય નહીં એટલું હતું મારા માટે કેમ કે પહેલા એટલી બધી ફાઈલો વધારેલી કે પહેલા ખાલી ફાઈલો જ વધારવાનું હતું.
ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કમાન અપાય છે. ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનિયરિંગ કરનારા ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર સમાજના લોકપ્રિય નેતા છે. એટલું જ નહીં, તેમના પિતા રજનીભાઈ પટેલ અમદાવાદના દરિયાપુર વિસ્તારની કડવાપોળમાં વસતા હતા.
આ કારણથી જ ભૂપેન્દ્રભાઈને ‘કડવાપોળના લાડકવાયા’ તરીકે ઓળખવામાં આવે છે. ભાજપે પાટીદારોને રીઝવવા માટે મુખ્મંત્રી તરીકે ભૂપેન્દ્રસિંહ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ભુપેન્દ્રસિંહ પટેલ ઔડા ના ચેરમેન પદે રહી ચૂક્યા છે.
તેમણે 2017 માં પ્રથમ વખત જ ઘાટલોડિયામાં થી ધારાસભ્ય તરીકે ની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવ્યો હતો. ભુપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે તે ઉપરથી જાણવા મળ્યું છે કે આનંદીબહેન પટેલનું હજુ પણ ભાજપમાં ઘણું પ્રભુત્વ છે.